Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગૌમાતા આધારીત કૃષી ખૂબ જ મહત્‍વનીઃ પરષોતમ રૂપાલા

એનડીડીબીના શિશુ સંજીવની અને સરદાર સુધાન ઉત્‍પાદનો લોન્‍ચ

રાજકોટઃ સોમનાથ ખાતે યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના કાઉન્‍ટડાઉન ઈવેન્‍ટ દરમિયાન ભારત સરકાર મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલા ‘શિશુ સંજીવની' અને ‘સરદાર સુધાન' નામના ઉત્‍પાદનો લોન્‍ચ કર્યા હતા.
સરદાર સુધાન અંગે વાત કરતાં શ્રી રૂપાલાએ જણાવ્‍યું હતું કે, જૈવિક ખેતી એ આજના સમયની જરૂરિયાત છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અતિશય અને આડેધર ઉપયોગો માટીના કુદરતી પોષકતત્‍વોનું ધોવાણ કરી નાખ્‍યું છે. માટીને તેનું પોષણ પાછું આપવા માટે ખેડૂતોએ અવશ્‍યપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. માટીના સંરક્ષણ માટે ગૌમાતા- આધારિત કૃષિ ખૂબ મહત્‍વની છે. એનડીડીબી અને જીએસએફસી જેવી સંસ્‍થાઓએ આ લક્ષ્ય હાંસલ કરવા ભેગા મળીને કામ કરવું જોઈએ.
શિશુ સંજીવનીએ નેશનલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ન્‍યુટ્રિશન અને ફૂડ એન્‍ડ એગ્રીકલ્‍ચર ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુબજ સુક્ષ્મપોષક તત્‍વો ધરાવતો ફોર્ટિફાઈડ પૌષ્‍ટિક પૂરક આહાર છે. તે ખાસ કરીને ૩-૬ વર્ષની વયજૂથના બાળકો માટે તૈયાર કરવામાં આવ્‍યો છે.

 

(4:48 pm IST)