Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામા ૩૧.૬૭ કિ.મી.નો રસ્તો પહોળો બનાવવા રાજ્ય સરકારની મંજૂરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૦ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામા ૩૧.૬૭ કિ.મી.નો રસ્તો પહોળો બનાવવા રાજ્ય સરકારે  મંજૂરી આપી છે.

       શામળાસર થઈને સુરજકરાડી સુધીનો આ રસ્તો ૫.૫  મીટર પહોળો કરાશે. આ માટે રાજ્ય સરકારના માર્ગ મકાન મંત્રી પૂણૅશભાઈ મોદીએ મંજૂરી આપી છે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગાઈએ રજૂઆત કરી હતી.

   
(5:01 pm IST)