Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગારીયાધારના પરવડી ગામે ૧૬૫ વિઘા મા નિર્માણ પામેલ ગુજરાત ગ્રામ્યકક્ષાનુ સૌથી વિશાળ જળાશય નું લોકાર્પણ કરતા ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

 ગારીયાધાર ના પરવડી ગામે નવનિર્માણ પામેલ વિશાળ જળાશયનું  ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પરવડીના હનુમાનજી મંદિર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે પી.એમ.ચેરીટેબલ ટ્રસ્ટના પ્રવિણભાઇ ખેની દ્વારા તમામ મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી એ જણાવ્યું હતું કે આ વિશાળ જળાશય નિર્માણ તમામ ગ્રામ્યજનો ના ભગીરથનુ ફળ છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ ભારત માતા કી જય સાથે જણાવ્યું હતું કે પરવડી ગામે દિવાળી છે અને ગામ માટે પ્રવિણભાઇ ખેની જે કર્યું તે પ્રસંશનીય છે પરવડી ના વતની ઉધોગપતી જયેશભાઈ દેસાઈ ના કામની ખુબ વખાણ કર્યા હતા.૬૦ દિવસમા ૧૬૫ વિઘા નું નિર્માણ કરવુ અશક્યને શક્ય કરી બતાવ્યું છે આ જળાશય ના નિર્માણ થી ખેડૂતો માટે લાભકારી બનશે તેમજ મુદ્રા લોન  સરકારી યોજના, પી.એમ. મોદીના પ્રવાસ ની વાતો કરી હતી તેમજ પરવડી ખાતે પણ પી.એમ.મોદીને લાવવા છે જેનો લોકોના હુંકાર સાથે હા પાડાવી હતી. અગ્નનીવિર યોજના બાબતે તેમણે જણાવ્યું હતું કે આ યોજના ગમે તેવા વિરોધ વચ્ચે પણ બંધ નહી રાખવામાં આવે તેમ જણાવ્યું હતુ.

      આ પ્રસંગે ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા,કેબીનેટ મંત્રી આર.સી.મકવાણા, વલ્લભભાઈ કથીરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા,પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય અને ડીસ્ટ્રીક બેંક ના ચેરમેન કેશુભાઈ નાકરાણી, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, કાંતિભાઈ બ્લર,ઉધોગપતી જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ ખેની, જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે આને  જીલ્લા ભાજપ ‌‌‌‌‌‌પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા  સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:58 pm IST)