Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પ્રભાસપાટણઃ પ્રજ્ઞાચક્ષુઓને રાહત કીટ વિતરણ

પ્રભાસપાટણઃ સોમનાથ મહાદેવ મંદિરે કોરોના કાળમાં બેરોજગાર બનેલા સુરદાસ-અંધ કપલને રાહત કીટ વિતરણ કરવામાં આવી હતી. માળીયાહાટીના માતુશ્રી લાડુબા દિવ્‍યાંગ ચેરી. ટ્રસ્‍ટ તરફથી સોમનાથ ટ્રસ્‍ટને વિનંતી કરાઈ કે કોરોના કાળમાં અંધ-સુરદાસ-કપલ બેરોજગાર બન્‍યા છે. ટ્રસ્‍ટના સંવેદનશીલ - દયાભાવથી આદ્ર બનેલા ટ્રસ્‍ટી-સચિવ પ્રવિણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે તુરંત કાર્યવાહી હાથ ધરતા અમદાવાદના યુવા અંધ સ્‍ટોપેબલ ટ્રસ્‍ટ દ્વારા અંદાજે ૧૫૦૦ કીટ સોમનાથ ટ્રસ્‍ટને આપી જરૂરતમંદોને આપવા જણાવ્‍યુ. ૯૦ લોકોને કીટ અપાઈ. માળીયા ટ્રસ્‍ટના ભીખુભા એચ. સીસોદીયાએ જણાવ્‍યુ કે આજે સૌરાષ્‍ટ્રભરના ૯૦ પતિ-પત્‍નિ જે બે સુરદાસ-અંધ હોય અથવા જેમાના એક અંધ હોય બીજો અપંગ હોય તેઓને આજે સોમનાથ મંદિર ટુરીસ્‍ટ સેન્‍ટર હોલ ખાતે રાહત કીટ અપાઈ હતી. રાહત કીટ વિતરણની તસ્‍વીર

(10:15 am IST)