Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોરબી : કારખાનામાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને શખ્સ ફરાર

મોરબી,તા.૨૦ : કારખાનામાં એક શખ્સે દોઢ વર્ષની બાળકીનુ અપહરણ કર્યું

મોરબી તાલુકા પંથકમાંથી દોઢ વર્ષની બાળકીનું એક શખ્સને અપહરણ કર્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસને મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે

 મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી કારખાનમાં હોય દરમિયાન આરોપી મનોજભાઈ કારખાનામાંથી રૂમે લઇ જવાના બહાને કોઈપણ કારણોસર વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો  હોવાની ફરિયાદ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી બાળકીની તપાસ શરૂ કરી છે.

(11:32 am IST)