Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

જોરાવરનગરમાં ચમારજ ગામે બાયોડીઝલ પકડાયુ

વઢવાણ,તા. ૨૦: ચમારજ ગામે નવી નિશાળની બાજુમાં ચમારજ ગામના તેજાભાઇ લાલજીભાઇ ગરાણ જાતે ભરવાડ તેના વરંડામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ વેચાણ સ્ટોરેજ થતુ હોય તે અંગે પોલીસ સ્ટાફના માણસો તેમજ નાયબ મામલતદાર પુરવઠા વિભાગ વઢવાણ વિગેરે અધિકારીશ્રીઓ સાથે રેઇડ કરતા બાયોડીઝલ લીટર-૮૫ કિ રૂ.૫,૯૫૦/- તથા ફ્યુલ ૫૫ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા પતરાના ત્રણ બેરલ કિ.રૂ.૬૦૦/- તથા એક પ્લાની ૧૦૫૦ લીટરવાળી ટાંકી કિ.રૂ.૫૦૦/- તથા ત્રણ નાના-મોટા માપીયા કિ.રૂ.૧૫૦/- તથા એક પ્લાનો ખાલી કરો કિ.રૂ.૫૦/- તથા ડીઝલ ખેંચવાની ડેકી કિ.૩,૭૦૦/ મળી કુલ કિ.રૂ.૪૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી તેજાભાઇ લાલજીભાઇ જોગરાણા જાતે ભરવાડ ઉ.વપર રહે.ચમારજ તા.વઢવાણ  વાળાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં (૧) એનએચ કુરેશી પો.સબ ઇન્સ જોરાવરનગર (ર) એ.એસ.આઇ ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ (૩) પો.હેડ.કોન્સ બળવંતસિંહ મનુભા (૪) પો.કોન્સ વનરાજસિં ભરતસિંહ (૫) પો.કોન્સ મેહુલભાઇ રસીકભાઇ (૬) પો.કોન્સ દિલીપભાઇ જીવાભાઇ એ રીતના પોલીસ સ્ટાફના માણસો રોકાયા હતા.

(11:35 am IST)