Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રામભાઇ મોકરીયાનું સન્માન

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૦: જુનાગઢના ભવનાથ તળેટી ખાતે ઓઇલ ચાપરડાના મુકતાનંદબાપુના આશ્રમ પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહમાં પધારેલા. બ્રહ્મસમાજના અગ્રણી અને રાજસભાના સાંસદ રામભાઇ મોરીયાનું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી મંત્રીશ્રી સંજયભાઇ જોષી, નવીનભાઇ પંડયા, દિનેશભાઇ જોષી, જીજ્ઞેશભાઇ પંડયા સહિત જુનાગઢ સમસ્ત બ્રહ્મસમાજના તથા રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણીઓએ રામભાઇ મોકરીયાને શાલ, મોમેન્ટો અને ફુલહાર કર્યા હતા. આ તકે ઉપસ્થિત પૂ.ભાઇશ્રી, પૂ.મુકતાનંદબાપુ અને રામભાઇ મોકરીયાએ બ્રહ્મસમાજના વાડા દૂર કરી સમાજ સંગઠન ઉપર ભાર મુકયો હતો.

(11:35 am IST)