Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

લોધીકાના રાવકી માખાવડ બ્રિજનું ૧.પ૦ કરોડના ખર્ચે નિર્માણઃ લાખાભાઇ સાગઠીયાના હસ્તે લોકાર્પણ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા., ર૦: લોધીકા તાલુકાના રાવકી માખાવડ બ્રીજનું રૂ. ૧ કરોડ પ૦ લાખના ખર્ચે લોકાર્પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમીતીના સભ્ય ચેતનભાઇ રામાણીના હસ્તે કરવામાં આવ્યું.

આ તકે જીલ્લા પંચાયતના ન્યાય સમીતીના ચેરમેન શ્રી મોહનભાઇ દાફડા તથા જીલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઇ તોગડીયા, અનુ.જાતી. મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ, રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી મનોજભાઇ કાછડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઇ વસોયા, તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમીતી ચેરમેન રેખાબેન પરમાર, તાલુકા પંચાયત  સદસ્ય નિલેષભાઇ નિનામા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ફુંગશીયા, તાલુકા ભાજપ મહામંત્રી મોહનભાઇ ખુંટ, પુર્વ પ્રમુખ હરીચંદ્રસિંહ જાડેજા, રાવકી સરપંચ બિન્દુભા જાડેજા, સુરૂભા જાડેજા તેમજ ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા, રા.લો.સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધારા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, શૈલેષભાઇ રાઠોડ, દિગુભા જાડેજા, રાજુભા જાડેજા, લક્ષ્મીઇટાળા, સરપંચ લાખાભાઇ ચોવટીયા, મિલનભાઇ  કથીરીયા, યુવા ભાજપ પ્રમુખ સુધીરભાઇ તારપરા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રવીણભાઇ માલકીયા, ભીખુભાઇ ડાભી, દિલીપભાઇ મારકણા, રાજકોટ જીલ્લા બેંક ડીરેકટર વિરભદ્રસિંહ જાડેજા તેમજ જીલ્લા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહય.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર માન્યો હતો.

(11:40 am IST)