Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ, મંત્રી, કોશાધ્યક્ષ, કારોબારી સભ્યની વરણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૦: રાજકોટ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદી માં જણાવેછે કે,ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી રક્ષાબેન બોરીયા,પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડો.મોહસીનભાઈ લોખન્ડવાળા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા,જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીસભાઈ ચાંગેલા તથા જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગ,મહામંત્રીઓ સલીમભાઈ પતાની, અસ્લામભાઇ મલેકે પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના લઘુમતી મોરચાના હોદ્દેદારની વરણી કરી છે.

જેમાં જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે ઈકબાલભાઈ અલ્લારખભાઇ કઈડા, હનીફભાઈ સીદીકભાઈ મછીવાંરા, જમાલભાઈ ઉમરભાઈ જૂનેજા, નહેરુદિનભાઈ સપ્પા તેમજ મંત્રી તરીકે શાહનવાઝબાપુ, બસીરભાઈ અલ્લારખભાઇ કંડીયા, જાહિદભાઈ જાનમમદભાઈ દલ, સુનેહરાબેન ઘાંચી, ફિરોજભાઈ રહીમભાઈ મુલતાની,કોશાધ્યક્ષ રફીકભાઈ હબીબભાઈ મીઠાણી,કાર્યાલય મંત્રી બુરહાન સબીરભાઈ વેદ તથા કારોબારી સભ્ય તરીકે યાસીનભાઈ હુસેનભાઈ કુરેશી, અવેશભાઈ પરિયટ, અલતાફભાઈ શેખ, ગુલમામદભાઈ ઠેબા, ઇબરાહીમભાઈ કાસમભાઈ, સુલ્તાનભાઈ સપ્પા, રસીદભાઈ ગનીયારા, ગફારભાઈ ડોઢિયા, સુલ્તાનભાઈ સપ્પા, યાસીનભાઈ કુરેશી, હુસેનભાઈ સવાન, જાહિદભાઈ સવાન, અજિતભાઈ સમાં, ઇસુબભાઈ સપ્પા, અબ્દુલભાઇ બાદી, સીરાજભાઈ ડાયાતરની વરણી કરવામાં આવેલ છે

આ વરણી ને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, સંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયા તથા રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા તથા કુંવરજીભાઇ બાવલિયા, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા,શ્રી લાખાભાઈ સાગઠિયાએ નવ નિયુકત જીલ્લા લઘુમતી મોરચાના હોદેદારોને શુભેરછાઓ પાઠવી છે.

(11:43 am IST)