Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : ૧.૯૨ લાખની ચોરી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી શહેર અને જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને તસ્કર ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેકીને ચોરીને અંજામ આપી રહી છે ત્યારે ફરી એક ચોરીની ધટના પ્રકાશમાં આવીછે જેમાં મોરબીના રવાપર ધુનડા રોડ પર એપાર્ટમેન્ટમાંથી સોનના ચાંદીના દાગીના સહિત ૧.૯૨ લાખની ચોરી કરવામાં આવી છે જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના વતની મોરબીના રવાપર ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સીમાં દ્ય ગાર્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં બ્લોક ૧૦૪ માં રહેતા અને સિકયુરીટી ચલાવતા ભાસ્કરભાઈ જીવનલાલ જોષી (ઉ.૨૯) ગત તા. ૧૭ ના રોજ પરિવાર સાથે તેમના વતન વાંકાનેર ગયા હોય બાદમાં ગત તા. ૧૯ ના રોજ ફ્લેટનો કોઈ અજાણ્યા ઇસમોએ દરવાજાનું તાળું તોડી ફ્લેટમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટની તિજોરીમાંથી સોનાનું મંગલસૂત્ર કીમત રૂ.૯૦,૦૦૦, સોનાની બે વીટી કીમત રૂ.૧૬૦૦૦, સોનાના ચિપ્સવાળા પાટલા કીમત રૂ.૧૫૦૦૦, ચાંદીના સાંકળા એક જોડી કીમત રૂ.૧૫૦૦, નાના બાળકોની ચાંદીની કડલી, નાનો ઓમકાર તથા સોનાનો નાનો દાણો બધા મળી કીમત રૂ,૫૦૦૦ તથા રોકડ રકમ રૂ,૬૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૯૨,૫૦૦ ના મુદામાલનો ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ભાસ્કરભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

મોરબી જીલ્લામાં તસ્કર ટોળકી સક્રિય થઈને ચોરીને અંજામ આપી રહી છે તો એક બાદ એક ચોરીના બનાવો બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે.

(12:46 pm IST)