Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ચલાલાના લાખાપાદરની સીમમાં રાત્રીના બોથડ પદાર્થનો ઘા ઝીંકી દેતા ગંંભીર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.,ર૦: ચલાલાના લાખાપાદર સીમમાં પુનાભાઇ કુંભાણીની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા ઇશ્વરભાઇ રતનાભાઇ તેના પત્નિ તથા બાળકો સાથે વાળુ પાણી કરીને રાત્રીના સુતા હતા. વાડી લાઇટ ન હોય રાત્રીના ૧૧ વાગે કોઇ અજાણ્યા શખ્સે ઇશ્વરભાઇ નાયકને માથામાં બોથડ પદાર્થ  મારીને ઇજા કરતા પ્રથમ અમરેલી, રાજકોટ અને વધુ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખસેડેલ છે. આ બનાવ અંગે પત્નિ કાળીબેને ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ એ.પી.ડોડીયા ચલાવી રહયા છે.

જુગાર દરોડો

જેસીંગપરામાં હારજીતનો જુગાર રમતા મેરામ મોહનભાઇ પરમાર, રાજુ શાર્દુલભાઇ પરમાર, રસીક ઉર્ફે કટુ બાધાભાઇ વાઘેલા, મહેશ  જીતુભાઇ વાઘેલા, દિલીપ મેરામભાઇ પરમારને પો.કોન્સ. રાજદીપસિંહ ગોહીલે રોકડ રૂ. ૪૮૩૦ની મતા સાથે ઝડપી પાડયા હતા. જયારે દામનગરના ધામેલ ગામે મફતપરામાં ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમતા દેવજી ગોવીંદભાઇ ગોહીલ, વિપુલ કાનજીભાઇ ગોહીલને પો.કોન્સ. અરજણભાઇ મેરએ રોકડ રૂ. ૧૭ર૦ની મતા સાથે ઝડપી પાડયા હતા. રેઇડ દરમિયાન કાળુ ડાયાભાઇ ગોહીલ, રાહુલ મધુભાઇ કોળી, રામદેવશીભાઇ કોળી, ટીકો નજાભાઇ બકાલી નાસી છુટયા હતા.

(12:48 pm IST)