Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

શિરવાણીયા, મઢડા, અમરગઢ, દિવરાણા અને ડમરાડા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થયું

જૂનાગઢ જિલ્લાના ૫ ગામના ૧૮થી મોટી વયજૂથના તમામ લોકોએ પ્રથમ ડોઝ લીધો

જૂનાગઢ તા. ૨૦ : જિલ્લાના પાંચ ગામ શિરવાણીયા, મઢડા, અમરગઢ, દિવરાણા અને ડમરાડા ગામમાં ૧૮થી મોટી ઉંમરના તમામ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ ૧૦૦ ટકા રસીકરણ અભિયાનમાં સહભાગી થયા છે.

રસીકરણ વગર કોરોના થી બચવુ મુશ્કેલ છે. આ બાબત ગ્રામજનોએ સ્વીકારી છે.અંતરીયાળ વિસ્તારના આ લોકો એ આરોગ્ય વિભાગને પુરો સહયોગ આપ્યો છે. અને બીજા લોકોને પણ રસીકરણ માટે પ્રેરણા પુરી પડી છે. સોનલધામ મઢડાના ગ્રામજનોએ તલ કહયુ પણ ખરૂ  જાગ્યા ત્યારથી સવાર રસીકરણ વગર નથી ઉધ્ધાર.

કોરોનાને કાબુમાં લેવા માટે રાજય સરકારશ્રી દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનમાં દરેક ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાએ દરેક ગામમાં આરોગ્યની ટીમ મોકલી કોરોનાથી બચવા રસી આપવામાં આવે છે.

સરકારશ્રીનુ રસીકરણ અભિયાન સફળ થઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું શિરવાણીયા,કેશોદનું મઢડા,મેંદરડાનું અમરગઢ,માંગરોળનું દિવરાણા અને ભેંસાણના ડમરાડા ગામમાં ૧૮થી મોટી ઉંમરના ૧૦૦ ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ રસીકરણ અભિયાનમાં સહભાગી થય ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

(12:51 pm IST)