Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના તાલુકા - શહેરના પ્રમુખ - મહામંત્રીની વરણી

રાજકોટ તા. ૨૦ : રાજકોટ જીલ્લા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્ય અને મંડલના પ્રમુખ-મહામંત્રીની વરણી કરવામાં આવતા  જીલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે  બોદુભાઈ હાસમભાઈ ચૌહાણ તથા જીલ્લા લઘુમતી મોરચાના કારોબારી સભ્ય તરીકે શાહનવાજબાપુ અબુમીયાબાપુ બુખારી તથા ઉપલેટા શહેરના પ્રમુખ તરીકે સમીરભાઈ કુદુસભાઈ પટેલ અને મહામંત્રી તરીકે સબીરમિયા અહેમદમિયા બુખારી, ઉપલેટા તાલુકાના પ્રમુખ દિલાવરભાઈ તારમામદભાઈ સમા અને મહામંત્રી આમદભાઈ કાસમભાઈ નોઈડાની વરણી કરાઇ હતી.

જ્યારે ભાયાવદર શહેરના પ્રમુખ દોસમામદભાઈ ઈબ્રાહીમભાઈ લાખા અને મહામંત્રી સીતારભાઈ મામદભાઈ ઠેબા, ધોરાજી શહેરના પ્રમુખશબ્બીરભાઈ હાજીગજાભાઈ ગરાણા અને મહામંત્રી યાસીનભાઈ હુશેનભાઈ કુરેસી, ધોરાજી તાલુકાના પ્રમુખઇકબાલભાઈ આમરોલીયા અને મહામંત્રી આમદભાઈ સુમરા, જામકંડોરણા તાલુકાના પ્રમુખહનીફભાઈ ઠેબા અને મહામંત્રી જુમાભાઈ કુરેશી, જેતપુર શહેરના પ્રમુખ અખ્તરભાઈ ઈબ્રાહીમભાઈ ખોખર અને મહામંત્રી યુસુફભાઈ રજાકભાઈ ગલેરીયા, જેતપુર તાલુકાના પ્રમુખ હનીફભાઈ બ્લોચ અને મહામંત્રી અશરફભાઈ સતારભાઈ બાલાપરીયા, ગોંડલ શહેરના પ્રમુખ ફિરોઝભાઈ વલીભાઈ શેખ અને મહામંત્રી સફીકભાઈ રફીકભાઈ આમદાનીની વરણી થયેલ.

જ્યારે ગોંડલ તાલુકાના પ્રમુખઇમરાનભાઈ હારૂનભાઈ દોઢીયા અને મહામંત્રી અસફાકભાઈ હનીફભાઈ મેમન, કોટડાસાંગાણી તાલુકાના પ્રમુખઅકબરભાઈ ગફારભાઈ પરમાર અને મહામંત્રી હારૂનભાઈ અલારખાભાઈ ધાડા, લોધિકા તાલુકાના પ્રમુખ રજાકભાઈ ડેલા અને મહામંત્રી સદામભાઈ અજમેરી, રાજકોટ તાલુકાના પ્રમુખ રીઝવાનભાઈ હારૂનભાઈ ભુવડ અને મહામંત્રી જાકીરભાઈ હબીબભાઈ ટોણીયા, પડધરી તાલુકાના પ્રમુખ ઈરફાનભાઈ રસુલભાઈ હાલા અને મહામંત્રી સિકંદરભાઈ ઉમરભાઈ સુમરા, જસદણ શહેરના પ્રમુખ ઇલ્યાસભાઈ સતારભાઈ થાનાણી અને મહામંત્રી અફઝલભાઈ અબ્દુલભાઈ પરમાર, જસદણ તાલુકાના પ્રમુખ ઇમરાનભાઈ ઇશાકભાઈ રાવાણી અને મહામંત્રી સોયબભાઈ સલીમભાઈ ધાનાણી, વિછીયા તાલુકાના પ્રમુખ મિરાજભાઈ જીકરભાઈ સરવૈયા અને મહામંત્રી કાળુભાઈ ઈબ્રાહીમભાઈ બેલીમની વરણી કરવામાં આવી હતી.

ઉપરોકત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદો મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ શુભેચ્છાઓ પાઠવી છે.

(12:55 pm IST)