Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ભાજપાના શાસનમાં ભષ્ટ્રાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે : મોઢવાડીયા

કેશોદ શહેર તાલુકા કોંગ્રેસની મળેલી કારોબાીર બેઠક મોંઘવારીનો વિરોધ કરવા રૂપરેખા ઘડાઇ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૦:  કેશોદ ખાતે કોંગ્રેસ પક્ષની શહેર તાલુકાની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લાંબા સમયથી કેન્દ્ર અને રાજય સરકારના સતા પર રહેલી ભાજપા સરકારે ચુંટણી સમયે આપેલાં વચનો પોકળ સાબિત થતાં દરેક ક્ષેત્રમાં મોંદ્યવારી વધી છે.જેનાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ ,ખેડૂતો, રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે,જેનો શેરીએ શેરીએ ગલીએ ગલીએ વિરોધ પ્રદર્શન કરવાની આ બેઠકમાં રૂપરેખા ઘડવામાં આવી હતી.કેશોદ શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતીની બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ખટારીયા, જીલ્લા પંચાયત સદસ્ય હમીરભાઇ ધૂળા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેર તાલુકાનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.કેશોદ કોંગ્રેસની આ બેઢકમાં ઉપસ્થિત રહેલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે ભ્રષ્ટાચાર એજ ભાજપાના સાશનમાં શિષ્ટાચાર બની ગયો છે. સમગ્ર રાજયમાં મોંદ્યવારી અને બેરોજગારી નાં કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સરકાર દ્વારા મોંઘવારી દુર કરવા પગલાં ભરવામાં આવશે નહીં તો આંદોલન શરૂ કરવામાં આવશે અને લોકો સુધી કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ની નિષ્ફળતા પહોંચાડવામાં આવશે. કેશોદ શહેર તાલુકાનાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોમાં અનેરો જુસ્સો જોવાં મળ્યો હતો.

(2:11 pm IST)