Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વેરાવળના ધમધમતા વિસ્તારોમાં અનેક જર્જરીત બિલ્ડીંગો

ગમે ત્યારે ધડાકા ભેર પડશે મોટી જાનહાનીનો ભયઃ મકાનોમાં તાળાઃ આકરા પગલા લેવાની માંગ

વેરાવળ, તા.૨૦:  શહેર ના અનેક ધમધમતા વિસ્તારમાં અનેક જર્જરીત બીલ્ડીંગો ગમે ત્યારે ધડાકાભેર પડશે તેની અનેક વખત નગરપાલિકામાં રજુઆતો થયેલ છે નગરપાલિકા એ નોટીસ પણ મોકલાવેલ છે  આ બીલ્ડીંગોમાં કોઈપણ પરીવાર રહેતા નથી તાળા મારીને બીજે રહેવા ગયેલ છે જેથી જયારે આ બીલ્ડીગ ધડાકાભેર તુટશે ત્યારે મોટી જાનહાની સર્જાશે તેથી આકરા પગલા લેવાની માંગ ઉઠેલ છે.

બસ સ્ટેન્ડ સામે સાત માળનું શુભમ ટાવર્સ વર્ષોથી જર્જરીત છે તેની આજુ બાજુ બેંક, હોસ્પીટલ, રહેણાંક વિસ્તાર છે આ સાત માળના બિલ્ડીગને પાળવા માટે અનેક વખત નોટીસ અપાયેલ છે તેમ છતા કોઈ કાર્યવાહી થતી નથી નગરપાલિકા એ પણ આ આખું ઈમલો ઉતારી લેવા માટે કમીટીમાં ઠરાવ મજુર કરેલ છે પણ ત્રણેક માસથી કોઈ કામગીરી થયેલ નથી સાત માળ ની આ બિલ્ડીગમાં અનેક નાણાઓ રહેવાસીઓ પાસે ઉધરાવેલ છે તેમાંથી રવેશો પાડી નાખેલ છે તેમ છતા દરરોજ પથ્થરો સહીત અનેક કાટમાળ નીચે પડે છે ગમે ત્યારે સાથ માળનું બીલ્ડીગ ધડાકાભેર તુટી પડશે જેથી અનેકરાહદારીઓ વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય તેમાં મોટી જાનહાની થશે બેંક તથા હોસ્પીટલ ના સતાવાળાઓએ જણાવેલ હતું કે આખું બીલ્ડીગ જર્જરીત છે ગમે ત્યારે અમારી ઉપર પડશે કલેકટર સુધી રજુઆતો કરેલ છે પણ ઈમલો ઉતારવાની કાર્યવાહી થતી નથી બે ત્રણગાડા જેવા આનો વહીવટ કરે છે તેને કોઈ ખબર પડતી નથી જો તાત્કાલીક આ બીલ્ડીંગનો ઈમલો ઉતારવામાં નહી આવે તો મોટી દુર્ઘટના સર્જાશે તેમ જણાવેલ હતું.

૮૦ ફુટ રોડ ઉપર ત્રણ માળ નું મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ તેમાં ર૪ થી વધારે બ્લોક છે તે તમામમાં તાળા છે આ બીલ્ડીંગમાં કોઈ રહેતું નથી દરરોજ કંઈકને કંઈક કાટમાળ પડતો હોય ધમધમતા રોડમાં રાહદારીઓ વાહન ચાલકો બાળકો પસાર થતા હોય છે તેની પણ અનેક રજુઆતો કરેલ છે તેમ છતા નગરપાલિકાએ કાટમાળ હટાવેલ નથી આવી અનેક બિલ્ડીંગો ગીચ વિસ્તારોમાં પણ છે ભુતકાળમાં બીલ્ડીંગ આખી પડી જતા ૧૮ ના મૃત્યુ થયેલ હતા જેથી જીલ્લા કલેકટર એસ.પી એ આ બીલ્ડીંગોમાં રહેતા પરીવારો સામે આકરા પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

(2:14 pm IST)