Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વેરાવળમાં રિક્ષાને ખાનગી બસે હડફેટે લેતા એક મજુરનું મોતઃ ૭ને ઇજા

વેરાવળ, તા.૨૦: પ્રભાસપાટણ ગામમાંથી વેરાવળ મજુરીએ આવતા સાત ભાઈઓ બહેનોને લઈને રીક્ષા આવી રહેલ હતી ત્યારે હાજીપીરની દરગાહ પાસે પહોંચતા વેરાવળ તરફથી પુર ઝડપે ખાનગી બસ આવી રહેલ હતી તેને ધડાકાભેર ભટકાવતા આ રીક્ષાના ફુરચા બોલી ગયેલ હતા તેમજ આ અકસ્માત એટલો ભયનાક હતો કે દરગાહની દીવાલ પણ તુટી ગયેલ, અકસ્માત થતા આખો રોડ લોહીયાણ બનેલ હતો અને ગંભીર ઈજાગ્રસ્તની રાડારાડ અને ચીસા ચીસથી વાતાવરણ  ગમગમી બનેલ હતું રીક્ષામાંથી ઈજા પામેલને કાઢવા માટે જેસીબી મંગાવેલ હતું તેમાં ઘટનાસ્થળે મુસ્તાક મહમદ જલાલીનું મૃત્યુ થયેલ હતું તેમજ ઈસ્માયલ મહમદ, મુમતાઝ અલ્તાફ, વાસંતી સંજયભાઈ ગઢીયા, વાહીદભાઈ નીશાદભાઈ મન્સુરી સહીતનાને ગંભીર ઈજાઓ થયેલ હતી જેમાં જુનાગઢ અને રાજકોટ ખસેડેલ હોય તેમ પોલીસે જણાવેલ હતું.

પ્રભાસપાટણ હાજીપીરના દરગાહ પાસે ગમ્ખવાર અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલ હતા તાત્કાલીક ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડેલ હતા બસ ડ્રાઈવર બનાવના સ્થળે નાશી ગયેલ હતો પોલીસે બનાવની તપાસ હાથ ધરેલ છે.

(2:14 pm IST)