Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અગિયારમા તબક્કાના ફુડ સીકયુરીટી એલાઉન્સમાં રાજકોટ જીલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને અપાશે ફોર્ટીફાઇડ ચોખા

રાજકોટ :મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતીને અનુલક્ષીને શાળામાં અભ્યાસ બંધ હોવાથી સરકારશ્રીના સૂચનાનુસાર ઘઉં તથા ચોખાનું અનાજ અને કુકીંગ કોસ્ટની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
બાળકો, સગર્ભા સ્ત્રીઓમાં  અને ૧૫ થી ૧૮ વર્ષની મહિલાઓમાં જોવા મળતા એનિમીયાના પ્રમાણને અનુસંધાને પોષકતત્વોની ઉણપને દુર કરવામાટે સુક્ષમ પોષક તત્વોની પુરવણી, ફુડ ફોર્ટીફીકેશન અને આહારમાં વિવિધતાને પ્રેત્સાહન એ ઉપયોગમાં લેવામાં આવતી ત્રણ મુખ્ય પધ્ધતિઓ છે.      
જે અન્વયે હાલમાં શરૂ થઇ રહેલા અગિયારમાં તબક્કાનું ફુડ સિકયુરીટી એલાઉન્સમાં શાળાના નોંધાયેલા વિદ્યાર્થીઓને અપાનાર રાશનમાં ફોર્ટીફાઇડ ચોખા આપવાનો નિર્ણય લેવાયો છે.
સુક્ષમ પોષકતત્વોની ઉણપને દુર કરવા ચોખા ,ઘઉં મીઠુ, તેલ વેગેરે ખાદ્ય સમાગ્રીમાં વીટામીન અને ખનીજ તત્વોનો ઉમેરો કરવો એ ફેડ ફોર્ટીફીકેશન છે. ચોખાના પોલીસીંગ વખતે નાશ પામતા વીટામીન બી-૧૨,બી-૧, બી-૬ અને વીટામીન –ઇ ના સ્થાને આર્યન, ઝીંક, ફોલીક એસીડ, વીટામીન બી-૧૨ વીટામીન-એ જેવા તત્વો ઉમેરવામાં આવે છે. એનીમીયાને દુર કરવા અને આર્યન સ્ટોર્સ સુધારવા માટેની વ્યુહ રચના તરીકે આ ફોર્ટીફાઇડ ચોખા અસરકારક  અને પોષકતત્વો સભર  હોઇ રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન માટે આ મહિનાથી ફોર્ટીફાઇડ ચોખાનું  વિતરણ કરવામાં આવનાર છે. તેમ નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજનાની યાદીમાં જણાવાયું છે.

(7:22 pm IST)