Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પતંજલિ યોગપીઠ ખાતે બાબા રામદેવ દ્વારા સૌરાષ્ટ્રના શિક્ષણવિદ્ હીતેશ ખરેડનું હરિદ્વાર ખાતે બાબા રામદેવ જી દ્વારા સન્માન કરાયું

દેશને આવા પુરૂષાથી શિક્ષકની જરૂર છે: બાબા રામદેવજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:પતંજલિ યોગપીઠ ખાતે બાબા રામદેવ દ્વારા સૌરાષ્ટ્રના શિક્ષણવિદ્ હીતેશ ખરેડનું હરિદ્વાર ખાતે બાબા રામદેવ જી દ્વારા સન્માન કરાયું હતું
,હરીદ્વાર, પતંજલિ યોગપીઠખાતે બાબા રામદેવના સાનીધ્યમાં સૌરાષ્ટ્રનાજાણીતા શિક્ષણવિદ હીતેશ ખરેડનું સન્માન કરવામાં આવ્યુ હતુ જેમાં હીતેશખરેડ દ્વારા લખાયેલ પુસ્તક Biology NEET Booster અંગ્રેજી માધ્યમના સમગ્ર દેશના વિદ્યાર્થીઓની ઉજજવળ કારકીર્દી હેતુ અર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે બાબા રામદેવે જણાવ્યુ હતુ કે દેશને આવા પુરૂષાથી શિક્ષકની જરૂર છે.અને
તેમણે હીતેશ ખરેડને “ભારતીય શિક્ષા બોર્ડે” માં પોતાનું યોગદાન આપવા જણાવ્યું હતુ . અને “ભારતીય શિક્ષા બોર્ડે”ના ડીરેકટર નાગેન્દ્ર પ્રસાદજી (IAS) સાથે મુલાકાત કરાવી હતી.
આમ ગુજરાતની ધરતી ઉપરથી અંગ્રેજી માધ્યમમાં BIOLOGY NEET ની તૈયારી માટે
લખાયેલું હોય તેવુ આ સવૅપ્રથમ સંદર્ભે પુસ્તક લખી અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ
અપાવ્યું છે. જેથી મૂળ ધોરાજીના શિક્ષક વિદ હિતેશ ખરેડ  એ ધોરાજી ની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત નું નામ ધોરણ 11/ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે દેશમાં નામ રોશન કર્યું છે તે બદલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા શહિત ધોરાજીની વિવિધ સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા હતા

(7:46 pm IST)