Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધોરાજીના વાડોદર ગામે સરકારી શાળાને સ્માર્ટ શાળા બનાવવાં માગણી અન્વયે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓની ટીમે મૂલાકાત લીધી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના વાડોદર ગામે સરકારી શાળાને સ્માટ શાળા બનાવવાં માગણી અન્વયે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓની ટીમે મૂલાકાત લઈને વાડોદર ગામની સરકારી શાળાની માહિતી મેળવી હતી
કોવિડ-૧૯ નાં સંક્રમણને કારણે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વગરનું ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલે છે. ત્યારે, શાળાઓ ને સુવ્યવસ્થિત તથા સુવિધાઓથી સજ્જ કરવા માટેનાં કાર્ય ચાલી રહ્યા છે. તેને પગલે વાડોદર પ્રાથમિક શાળામાં પણ સુવિધાઓ વધારવા હેતુ જિલ્લા પંચાયત રાજકોટ તથા સાંસદની ગ્રાન્ટમાંથી વાડોદર ગામ ની સરકારી શાળાને સ્માટ શાળા બનાવવાં માગણી રજૂઆત અન્વયે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી ડી.એલ.સરડવા , વિરલભાઇ પનારા સભ્ જિલ્લા પંચાયત રાજકો, સરપંચ બાલભાઈ વિરડા,રવિભાઈ કારિયા, વિનુભાઈ ડાંગર, અમિતભાઈ વિરોજા બી..આર.સી ધોરાજી સહિતના અધિકારીઓ અગણી ઓ ની ટીમે મૂલાકાત લઈ ને જાણકારી મેળવી હતી
વાડોદર ગામના માતૃશાલાં વિકાસ સમિતિનાં જયેશ ડાંગર,કમલેશવીરડા, વિરેન કુંવરિયા, નિલેશ મ્યાત્રા, આશિષ કુંડારિયા, રાજુ ડાંગર,પિયુષ મ્યાત્રા સહિતનાએ જણાવ્યું હતું  વાડોદર મુકામે સરકારી શાળાને સ્માટ સ્કૂલ બનાવવા માટે સાંસદ રમેશભાઈ ધડૂક ને રજૂઆત કરાઈ છે  આ સરકારી શાળામાં સુવિધાઓ વધારવામાં ધોરણ ૧ થી ૫ માં સ્માર્ટ ટીવી મુકવા, અને ધોરણ ૬ થી ૮ માંં ડિજીટલ  સ્માર્ટ ક્લાસ બનાવવા,મેદાન, કુમાર - કન્યા માટે નવા ટોઇલેટ તૈયાર કરવા સહિતના પશ્રો ના ઉકેલ માટે રજૂઆત કરાઈ છે .

(7:49 pm IST)