Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

*જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ટૂંકું રોકાણ:ઉષ્માપૂર્ણ સ્વાગત કરી મુખ્યમંત્રીશ્રીને આવકારતા મહાનુભાવો*

જામનગર તા.19 ઓગસ્ટ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાના પ્રવાસ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જયાં ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, જિલ્લા કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, કમિશ્નર શ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા, શાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી શ્રી મેરામણ ભાટુ તથા શ્રી વિજયસિંહ જેઠવા, પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકારી તેઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
 

 

(1:51 pm IST)