Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઐતિહાસિક જન્માષ્ટમી શોભાયાત્રા નીકળી

શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ તેમજ ધોરાજી સ્વામિનારાયણ મંદિર ના સાધુ-સંતો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું: ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાયા: એક કિલોમીટર લાંબી જન્માષ્ટમી શોભાયાત્રામાં શહેરની તમામ સંસ્થાઓ એ ભાગ લીધો: શોભાયાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાયા ધોરાજી પોલીસે સધન પોલીસ બંદોબસ્ત જાળવ્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી શોભાયાત્રા ની રાહ ચિંતનાર ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી એક કિલોમીટર લાંબી જન્માષ્ટમી શોભાયાત્રામાં એક લાખથી વધુ લોકો દર્શનના લાભ સાથે જોડાયા હતા. શહેરની તમામ સંસ્થાઓએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો
1981 માં ધોરાજી સમસ્ત હિંદુ સમાજ રાષ્ટ્રીય સ્વયં સંઘ ના માધ્યમ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ શોભાયાત્રા નીકળી હતી ત્યારથી આટલા વર્ષો સુધી અવિરત જન્માષ્ટમી શોભાયાત્રા નું મહત્વ જળવાઈ રહ્યું છે છેલ્લા બે વર્ષથી કોરોનામાં મહામારીના સમયમાં જન્માષ્ટમી શોભાયાત્રા બંધ રહી હતી પરંતુ ફરીથી ધોરાજી સમસ્ત હિંદુ સમાજ દ્વારા એટલો જ જુંસ્સો જોવા મળ્યો હતો
જન્માષ્ટમી શોભાયાત્રા નો પ્રારંભ બહુચરાજી મંદિર ખરાવડ પ્લોટ ખાતેથી કરવામાં આવ્યો હતો
આ શોભાયાત્રામાં ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શોભાયાત્રા નો પ્રસ્થાન કરાવેલ
આ સમયે ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મોહન પ્રસાદ પુરાણી સ્વામી ભક્તિ સ્વામી તેમજ નાનક શાહ મંદિરના મહંત શ્રી વગેરે સાધુ સંતોની હાજરીમાં મહા આરતી દ્વારા શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલો હતો
શોભાયાત્રામાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ જ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી  રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘના ચંદુભાઈ ચોવટીયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની ધોરાજી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંદીપભાઈ ટોપીયા મહામંત્રી મનીષભાઈ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના કનુભાઈ લાલુ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ધોરાજી માધવ ગૌશાળા ના પ્રમુખ ભુપતભાઈ કોયાણી રાજુભાઇ બાલધા એડવોકેટ ઉત્પલભાઈ ભટ્ટ ધીરુભાઈ કોયાણી ઈશ્વરભાઈ બાલધા બકુલભાઈ રૂપારેલ તેમજ રાજકીય અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાયા હતા
એક કિલોમીટર લાંબી શોભાયાત્રામાં સૌથી વધારે દેશભક્તિના ધાર્મિક શિવજી રાધાકૃષ્ણ વિગેરે ફલોટ શણગારેલા ફલોટ એ આકર્ષણ જમાવ્યુ હતું
શોભાયાત્રામાં ભક્ત શ્રી તેજાબાપા રાસ મંડળ ક્રિષ્ના ગ્રુપ રાસ મંડળ એ આકર્ષણ જણાવ્યું હતું
શોભાયાત્રા સવારે સાત વાગ્યાથી પ્રારંભ થઈ બપોરના 2:30 વાગ્યે પૂર્ણ થઈ હતી
શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા નાસ્તો ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરે શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોને વિનામૂલ્ય આપવામાં આવેલ.
શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ જેતપુરના ડીવાયએસપી તેમજ રાજકોટ રૂરલ પોલીસ સ્ટાફ વગેરે સધન પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો

(1:00 pm IST)