Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વાંકનેરના જીતુભાઇ સોમાણીએ વહીવટદારની કાર્યપદ્ધતિ સામે ઉઠાવ્યા સવાલ: ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી

નગરપાલિકાના ગ્રાઉન્ડની હરરાજી સામે નારાજગી : જો ગુજરાત આખામાં કોઇ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમ માટે મેદાનની હરરાજી ન થતી હોય તો વાંકાનેરમાં શા માટે?:રવિવાર સુધીમાં ગ્રાઉન્ડ નહિ અપાઈ તો સોમવારથી ઉપવાસ ઉપર ઉતરી જશે તેવી ચિમકી

વાંકાનેરમાં વર્ષોથી ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટે શાખાનું મેદાન ટોકન દરે આપવામાં આવે છે જો કે, આ વર્ષે પાલિકામાં મુકાયેલ વહીવટદાર દ્વારા વાકાનેર નગરપાલિકાના ગ્રાઉન્ડની હરરાજી કરવાનું કહેવામાં આવ્યુ છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી દ્વારા સોમવારથી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે અને વહીવટદાર તેમજ સરકારની નિતીરીતી સામે અનેક અણિદાર સવાલો ઉભા કર્યા છે અને જો ગુજરાત આખામાં કોઇ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમ માટે મેદાનની હરરાજી ન થતી હોય તો વાંકાનેરમાં શા માટે તે પણ  સૌથી મોટો સવાલ છે

વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તારીખ-૩૦-૦૭-૨૦૨૨ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માંગેલ હતુ જે જનરલ બોર્ડએ ત્રણેય કાર્યક્રમ માટે મંજુર કરી ૫૦૦૦ ટોકન રેઈટથી સર્વાનુમતે મંજુર કરેલ છે અને ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે જે રકમ ભરવાની ખબર પાલિકામાંથી આપવામાં આવેલ નથી કે મંજૂરીનો પત્ર આપવામાં આવેલ નથી અને પ્રાદેશીક કમિશ્નર તા-૦૫-૦૮-૨૦૨૨ ના રોજ રાજકોટ રિજ્યોનલ કમિશ્નરે ધાર્મિક કાર્ય હોઈ અને વર્ષોથી જે ઉત્સવ આ જગ્યા પર કર્યાં હોઈ તેને આ ગ્રાઉન્ડ ટોકન ભાડાથી આપવું તેવી સહમતી દર્શાવી હતી

વધુમાં જીતુભાઇ સોમાણીએ એવો અણિદાર સવાલ કર્યો છે કે, જો ગુજરાત સરકાર જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ હાર્દિક પટેલને ટોકન ભાડે આપી શકે તો વાંકાનેરમાં ધાર્મિક કાર્યક્રમ માટે કેમ મેદાન આપી ન શકાય ?, આવી જ રીતે અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જીદનો જે વિવાદ હતો  તે ઉકેલવા માટે જો હરરાજી કરી હોત તો સરકારને અરબો રૂપિયા આવ્યા હોત !, ત્યાં કેમ હરરાજીનો પ્રશ્ન ઉપસ્થીત ના થયો ?

હાલમાં જે કમ્પાઉન્ડ માગવામાં આવેલ છે તે જગ્યાએ ધાર્મિક ઉત્સવ થવાના છે અને અધિકારી હિન્દુ જ છે તો પણ હરરાજીની વાત કરી રહ્યા છે જો કોઈ મુસ્લિમ અધિકારી હોત તો આ સ્થિતી ઉભી થઇ ન હોત. જેથી જીતુભાઇ સોમાણીએ હાલમાં એવી ચિમકી ઉચ્ચારી છે કે જો આ ગ્રાઉન્ડ રવિવાર તા-૨૧/૦૮ ની સાંજ સુધીમાં આપવામાં નહી આવે તો સોમવાર ૨૨/૦૮ ના સવારે ૧૦ વાગ્યાથી જીતુભાઇ સોમાણી ઉ૫વાસ ઉપર ઉતરી જશે તેવી ચિમકી ઉચ્ચારી છે

(10:01 pm IST)