Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

શ્રાવણ વદ નોમના દિવસે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રુદ્રાક્ષનો શૃંગાર કરાયો

51000 રુદ્રાક્ષના પારાથી તૈયાર કરવામાં આવ્યો અલૌકિક શૃંગાર :ભક્તો મનમોહક શૃંગાર ના દર્શન કરી ધન્ય બન્યા

પ્રભાસ પાટણ : કહેવાય છે કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ની વાર્તા પણ ખુબ રોચક છે, એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લીધી હતી. સમાધિમાંથી જાગીને જ્યારે તેમનું મન બહારની દુનિયામાં આવ્યું, ત્યારે જગતના કલ્યાણ ની ઈચ્છા ધરાવતા મહાદેવ આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખમાંથી પાણી નું ટીપુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષ નો જન્મ થયો અને તે શિવની ઈચ્છાથી ભક્તોના લાભાર્થે આખા દેશમાં ફેલાઈ ગયા. તે વૃક્ષો પર જે ફળ આવે છે તે રુદ્રાક્ષ છે.જે પાપોનો નાશ કરનાર, પુણ્ય કરનાર, રોગનો નાશ કરનાર, સિદ્ધિકાર અને મોક્ષનો ઉપભોગ કરનાર છે. રુદ્રાક્ષ ફળદાયી છે, જે અષ્ટિને દૂર કરીને શાંતિ આપનાર છે. આજે 51000 થી વધુ રુદ્રાક્ષ થી આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ જી ને વિશેષ શૃંગારીત કરવામાં આવેલ હતા. જે અદભૂત અને મનોરમ્ય શૃંગાર ની  ઝાંખી લઇ ભક્તો કૃતકૃત્ય થયા હતા. 

(11:42 pm IST)