Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પોતાના મા-બાપથી વિખુટી પડેલ બાર વર્ષની સગીર દીકરીને તેના મા-બાપ સાથે મેળાપ કરાવતી કોડીનાર પોલીસ ટીમ

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જન્માષ્ટમી તહેવાર અનુસંધાને સઘન પેટ્રોલીંગ રાખવા અને ગુમ/અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરવામા આવેલ હોય, જે આધારે કોડીનાર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેટર એ.એમ.મકવાણા  નાઓની સુચના માર્ગદર્શન મુજબ કોડીનાર પોલીસ સ્ટાકું જન્માષ્ટમી તહેવાર નિમીત્તે કોડીનાર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી,

 દરમ્યાન સાંજના ૬.૧૯/૦૦ વાગ્યાના અરશામા કોડીનાર વેરાવળ બાયપાસ રોડ ઉપર એક બાળકી એકલી રડતી મળી આવેલ જેની પુછપરછ કરતા બાળકી ખુબજ ગભરાયેલી હોય, અને નામ સરનામું પુછતા કોઇ જવાબ આપી શકતી ન હોય, જેથી કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લાવી મહિલા પોલીસની હાજરીમા સાંત્વના આપી પુછપરછ કરતા પોતાનું નામ ખુશી હોવાનું જણાવેલ તથા પોતે પોતાના ફુઇનું ગામ વેલણ ખાતેથી કોઇને કહ્યા વગર રિક્ષામા બેસી પોતાની મમ્મીને મળવા તેના મામાના ગામ સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે જઇ રહેલ હતી. પરંતુ કોડીનાર સુધી આવ્યા બાદ ભુલી પડી ગયેલ હોય, તથા પોતાને તેના કુઇનું નામ પણ યાદ ન હોય કે પોતાના પપ્પાના કે સગા સંબંધીઓ બાબતે પુછતા ગભરામણને લીધે કોઇ જવાબ આપી શકતી ન હોય. જેથી વેલણ ગામે સરપંચશ્રી તથા આગેવાનોનો સંપર્ક કરી આ બાળકીના કુઇ-ફુવાનો સંપર્ક કરી તેમના દ્વારા આ દીકરીનું ગામ તાલાળા તાલુકાનું જશાપુર ગામ હોય, જ્યાં તેમના કાકાનો સંપર્ક કરી સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે રહેલ તેમની માતાનો સંપર્ક કરી, પોલીસ સ્ટેશન ખાતે બોલાવી દીકરી ખુશીબેન તથા તેમના મમ્મીનો મેળાપ કરાવતા તેમના પરિવાર જનોમા ખુશીનો માહોલ છવાઇ ગયેલ હતો. ત્યારબાદ જરૂરી ખરાઇ કરી ખુશીબેનને તેના માતાને સોંપી આપી કોડીનાર પોલીસ ટીમ દ્વારા કોઇ અઘટીત બનાવ ન બનવા દઇ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ હતી.

કામગીરી કરનાર પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.મકવાણા તથા પો.હેડ કોન્સ. અજીતસિંહ પુંજસિંહ તથા સુનીલભાઇ કરશનભાઇ તથા અસ્મિતાબેન મોહનભાઇ તથા રજનીબેન કરશનભાઇ તથા પો.કોન્સ. પિયુષભાઇ દિલીપભાઇ તથા અશ્વિનકુમાર અમુતલાલ તથા વિપુલભાઇ અરજણભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ હતા

 

(12:07 am IST)