Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જેતપુરના લોકમેળામાં આખલાનો આતંક: મેળામાં આખલો ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો

પોલીસ અને સિક્યુરિટી ગાર્ડે મહામુસીબતે બેરિકેડની મદદથી તેમજ હોકારા પડકારા કરીને આખલાને મેળામાંથી બહાર કાઢ્યો

 જેતપુરના લોક મેળામાં આખલાનો આતંક જોવા મળ્યો હતો,જેતપુરમાં મેળામાં ધૂસી જતા  અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.  માતેલા આખલાએ દોડાદોડ કરતા એક વ્યક્તિને ભોય ભેગો કરી દીધો હતો.  પોલીસ અને સિક્યુરિટી ગાર્ડે મહામુસીબતે બેરિકેડની મદદથી તેમજ હોકારા પડકારા કરીને આખલાને મેળામાંથી બહાર કાઢ્યો હતો.રખડતાં ઢોર આ શબ્દ આજકાલ વિકરાળ સમસ્યાનો પર્યાય બન્યો છે. નગર હોય કે મહાનગર, શહેર હોય કે ગામડુ દરેક દરેક સ્થળે રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન છે.

ગુજરાતમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં રખડતા ઢોરની અડફેટે આવવાના કારણે યુવાનોથી લઇને વૃદ્ધો એમ અનેક લોકો મોતને ભેટ્યા છે  તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વડોદરાના સુભાનપુરામાં ઢોરની અડફેટે આવવાથી બાઇકસવારનું મોત નિપજ્યું. તો આ પહેલા અમદાવાદમાં પણ 31 વર્ષીય યુવક ગાયની અડફેટે આવ્યા બાદ નીચે પટકાતા પાછળથી આવેલા ટ્રક હેઠળ કચડાઇને મોતને ભેટ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા ગામે પણ કાર સાથે આખલો અથડાતા એક યુવક મોતને ભેટ્યો.

(12:27 am IST)