Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પોરબંદરમાં મેળાની સાથે સુદામા મંદિરમાં ભક્તોની ભીડ જામી

મહિલા મંડળે ભજન ગાઈને ભગવાનને લાડ લડાવ્યા: સુદામાજી મંદિરમાં આવેલા 84 ફેરા જન્માષ્ટમીના દિવસે લોકોએ ખાસ પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી

પોરબંદરમાં મેળાની સાથે સાથે  સુદામા મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજીના દર્શન માટે ગુજરાત સહિત વિવિધ રાજયમાંથી ભક્તો ઉમટી પડયા છે..જોકે મહિલા મંડળે ભજન ગાઈને ભગવાનને લાડ લડાવ્યા હતા..સુદામાજી મંદિરમાં આવેલા 84 ફેરા જન્માષ્ટમીના દિવસે લોકો ખાસ પ્રદક્ષિણા કરે છે શ્રીકૃષ્ણને રીઝવવા લોકો ભક્તિસભર દર્શનનો લાહવો લઈ કૃષ્ણ ભક્તિ કરે છે..જે લોકો ગોકુળ મથુરા કે દ્વારકાધીશ સુધી પહોંચી શકતા નથી તે લોકો કૃષ્ણના મિત્ર પાસે પોતાની અરજ કરે છે અને અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે

(12:29 am IST)