Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દ્વારકા જિલ્લામાં મેગા વેકિસનેશન ડ્રાઇવ

 દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં વડાપપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં 'મેગા વેકિસનેશન ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સમગ્ર જિલ્લામાં અંદાજીત ૧૭૨ જેટલા કોવિડ વેકિસનેશન સેન્ટર અને ૧૯ કોવિડ વેકિસનેશન મોબાઈલ વાન મળીને કુલ ૧૯૧ વેકિસનેશન કેન્દ્રો થકી જિલ્લામાં ૩૮,૫૦૦ થીવધુ નાગરીકોનું વેકિસનેશન કરવાના ટાર્ગેટને પુર્ણ કરવામાં માટે આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા તથા નગરપાલિકા કક્ષા સહિત વિવિધ જગ્યાઓએ વેકિશનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા તાલુકામાં ૨૫ સ્ટેટીક સેશન અને ૩ મોબાઈલ સેશન દ્વારા કુલ ૭,૫૦૦, કલ્યાણપુર તાલુકામાં ૫૪ સ્ટેટીક સેશન અને ૬ મોબાઈલ સેશન દ્વારા કુલ ૧૭,૦૦૦, ખંભાળીયા તાલુકામાં ૬૦ સ્ટેટીક સેશન અને ૫ મોબાઈલ સેશન દ્વારા કુલ ૧૪,૦૦૦ અને ભાણવડ તાલુકામાં ૩૩ સ્ટેટીક સેશન અને ૫ મોબાઈલ સેશન દ્વારા કુલ ૬,૫૦૦ મળીને અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૧૭૨ સ્ટેટીક સેશન અને ૧૯ મોબાઈલ સેશન મળીને કુલ ૧૯૧ સેશન દ્વારા ૪૫,૦૦૦ નાગરીકોને કોવિડ વેકિસનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૭૧.૨૬ ટકા, કલ્યાણપુર તાલુકામાં ૮૨.૦૯ ટકા, ખંભાળીયા તાલુકામાં ૭૩.૮૮ ટકા અને ભાણવડ તાલુકામાં ૮૧.૬૦ ટકા મળીને સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૬.૫૯ ટકા વેકિસનેશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. 

(10:53 am IST)