Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વિસાવદરના ધારાસભ્‍યના પુત્ર અને પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો : શહેર સ્‍વયંભૂ સજજડ બંધ

પાલિકાના પૂર્વ પ્રમુખ રાજ રિબડીયા અને ભત્રીજા રાજન પર હુમલાખોરો તુટી પડ્‍યા

વિસાવદર  તા.૨૦: ગઈકાલે મોડી રાત્રે વિસાવદર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાના પિતરાઈ ભાઈ  રાજ રિબડીયા તથા ધારાસભ્‍યનાં પુત્ર રાજન પર જીવલેણ હુમલો કરાતા આ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડ્‍યા છે અને આ ઘટનાને વખોડી કાઢી વેપારી આલમે સમગ્ર વિસાવદર શહેર સ્‍વયંભૂ સજજડ બંધ રાખ્‍યું છે.
વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયાનાં જણાવ્‍યા અનુસાર વિસાવદર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી આવારા તત્‍વો દ્રારા ધાકધમકી-ખંડણી સહિતની લુખ્‍ખાગીરી આચરવામાં આવી રહી છે,આવી જ લુખ્‍ખાગીરી અટકાવવા ગઈકાલે મોડી રાત્રે વિસાવદર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયાના પિતરાઈ ભાઈ શ્રી રાજ રિબડીયા તથા ધારાસભ્‍યનાં પુત્ર રાજન રિબડીયાએ પ્રયાસ કરતા તેમનાં પર જીવલેણ હુમલો કરાતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.
હુમલાખોરોને ઝડપથી પકડી પાડી સખતમાં સખત નશ્‍યત પહોંચાડવાની માંગ સાથે આજે કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટી-વિશ્વ હિંદુ પરિષદ-ચેમ્‍બર્સ સહિતની વિવિધ સંસ્‍થાઓનાં સંયુક્‍ત સહયોગથી વિસાવદર શહેર સ્‍વયંભૂ સજજડ બંધ છે અને ત્‍વરિત હુમલાખોરો ન ઝડપાય તો વિસાવદર તાલુકા બંધ સહિતનાં જલદ કાર્યક્રમોનુ પણ આયોજન કરાઈ રહ્યુ છે.

 

(11:11 am IST)