Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાવનગરમાં વીજળી પડતા એકનું મોત : મહિલા દાઝી

ભાવનગરમાં વીજળી પડતા એકનું મોત નિપજ્‍યું છે. જ્‍યારે એક મહિલા દાઝી ગઇ છે. (તસ્‍વીર : વિપુલ હિરાણી, ભાવનગર)
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : ભાવનગર શહેરના જવાહર મેદાનમાં ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલની રાત્રે વીજળી પડતાં ૧નું મોત નિપજયું છે અને મહિલાᅠ દાઝી જતાં હોસ્‍પિટલ ખસેડાયેલ છે.
ᅠભાવનગર શહેરમાં ગઇ રાતેᅠ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. શહેરના જવાહર મેદાનમાં ઝુપડપટ્ટી વિસ્‍તારમાં વિજળી પડતા જીતેન્‍દ્રભાઈ રાઠોડ નામના યુવાનનું મોત નીપજયું છે જયારે એક મહિલા દાઝી જવાથી હોસ્‍પિટલ ખસેડાયેલ છે.

 

(11:13 am IST)