Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ફોફળ નદીનો પુલ ધરાશાયી થઇ જતા રાદડિયાએ કામ યુધ્ધના ધોરણે કામ શરૂ કરાવ્યું

 ધોરાજી : જામકંડોરણા ગોંડલ સ્ટેટ હાઇવે નો ફોફળ નદીનો પુલ ધરાશાયી થઇ જતાં તાત્કાલિક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા એ કામ યુદ્ઘના ધોરણે શરૂ કરાવ્યું છે. જામકંડોરણા પંથકમા તાજેતરમા પડેલ ભારે વરસાદને પગલે જામકંડોરણા-ગોંડલ સ્ટેટ હાઈવેના ફોફળ નદી પરના પુલને નુકસાન થતા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાઇવેના અધિકારીઓને બોલાવી તેમના સમારકામની કામગીરીની સમીક્ષા કરીને હાઈવે પરનો વાહન વ્યવ્હાર ઝડપથી પુર્વવત થાય તે માટે તાત્કાલિક સૂચનાઓ અધિકારીઓને આપી હતી અને તાત્કાલિક જામકંડોરણા ગોંડલ સ્ટેટ હાઇવે શરૂ કરવા બાબતે પણ ભલામણ કરી હતી. આ સાથે જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ તેમજ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:52 am IST)