Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરેન્દ્રનગરમાં આદર્શ સમાજ નિર્માણ પ્રતિજ્ઞા

વઢવાણ : સુરેન્દ્રનગર યુનીવર્સીટી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે જાણીતા લોકસેવકશ્રી દિલિપભાઈ દેશમુખ દ્વારા પોતાનું શેષ જીવન અંગદાન સ્વરૂપે આપવું તેવા સંકલ્પના ભાગરૂપે ગુજરાત સરકાર, ગુજરાત યુનીવર્સીટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ તથા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે  અંગદાન  અંગે સમાજમાં જાગૃતતા આવે તે હેતુથી સુરેન્દ્રનગર યુનીવર્સીટીના ચેરમેન  ઈન્દ્રસિંહ ઝાલા દ્વારા સંસ્કૃતિ કોલેજ ઓફ મેનેજમેન્ટ આઈ.ટી. એન્ડ કોમર્સમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોઈ આકસ્મિક કારણોસર બ્રેઈનડેડ થયેલ વ્યકિતનાં અંગોનું દાન થાય અને જરૂરીયાતવાળા દર્દીને અંગ પ્રાપ્ત થાય તે માટે યુવાનો ને પ્રોત્સાહિત કરી એક ઉન્નત સમાજનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં મંતવ્ય પ્રમાણે આજનો યુવાધનને રાષ્ટ્રના વિકાસ રથમાં જોડીને જ એક આદર્શ સમાજનું નિર્માણ કરી શકાય અને એક વ્યકિતના અંગદાનથી પાંચ થી છ વ્યકિતને જીવતદાન મળી શકે છે તો તમામ યુવાવર્ગ આ અભિયાનમાં જોડાય તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ છે. આ સેમીનાર માટે સુરેન્દ્રનગર યુનીવર્સીટીના ચેરમેન ઈન્દ્રસિંહ ઝાલા અને તેમના સ્ટાફે ખુબ જ સારી માહિતી યુવાવર્ગને પુરી પાડેલ.તે તસ્વીર.

(11:56 am IST)