Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

લીંબડી હોસ્પિટલમાં એક તબક્કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ

વઢવાણ તા. ૨૦ : લીંબડીના ઉંટડી રોડ પર આવેલી ખોડિયાર નગર પાસેથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બાળકને લીંબડી પોલીસને સોંપતા લીંબડી પોલીસે શહેરની સિવિલ હોસ્પિટલ લઈ ગઇ હતી. ત્યાંથી વધુ તપાસ અર્થે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ નવજાત શિશુને લીંબડી પોલીસ કર્મચારી મહેશભાઈ વાઘેલા, કૈલાસબેન અને દિગિશાબેન સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ત્યાંથી બાળકને પરત લીંબડી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.

મહિલા પોલીસ કર્મચારી દ્વારા માનવતા દાખવી બાળકની સારસંભાળ કરતી જોવા મળી હતી. બીજી તરફ લીંબડી સિવિલ હોસ્પિટલ દ્વારા અહિયા બાળકોના ડોકટર નથી તેવી વાત કરતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. હાલ આ બંને મહિલા પોલીસકર્મી હેતલબેન અને જયોત્સનાબેન ત્યજી દેવાયેલા નવજાત શિશુની સંભાળ રાખી રહી છે.  આ બાળકને લીંબડી પીએસઆઈ વી.એન. ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમમાં દાખલ કરવામાં આવ્યું છે.

(11:59 am IST)