Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હાલારમાં વરસાદગ્રસ્ત લોકોને તાત્કાલીક સહાય માટે પ્રયત્નોઃ રાઘવજીભાઇ પટેલ

નવનિયુકત કૃષિ-પુશપાલન ગૌસંવર્ધન મંત્રીનું ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં અભિવાદન

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૦ : ગુજરાત સરકારના નવા વરાયેલા મંત્રીમંડળમાં ધ્રોલના પનોતા પુત્ર અને જામનગર ગ્રામના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, કેબીનેટ મંત્રી તરીકે કૃષિ પશુ-પાલન અને ગૌસંવર્ધન  મંત્રાલયની જવાબદારી સુપ્રત કરવામાં આવેલ ત્યારબાદ ગઇકાલે તા.૧૯/૯/ર૧ ના રોજ ધ્રોલ ખાતે અત્રેની માર્કેટીંગ યાર્ડ ખાતે જાહેર અભિવાદન સમારોહ યોજવામાં આવેલ જેમાં ધ્રોલ-જોડાયા સહિતના સમગ્ર ગામ કાર્યલય આગેવાનો, કાર્યકરો, હોદેદારો સહિત વિશાળ સંખ્યામાં હાજર રહીને રાઘવજીભાઇને શુભેચ્છા પાઠવેલ.

જામનગર જીલ્લાના તાલુકાઓમાં અતી ભારે વરસાદને કારણે ઉભા પાકને ખેતરોના ધોવાણો પશુઓના મૃત્યુ ગામડામાં પાંચ પાંચ ફુટ સુધીના પાણી ભરાઇ જવાતા તેમજ ખેત પેદાશોના ચોકમાં પાણી ફરી વળત ખેડુતોને થયેલી પારાવાર તારાજીનું જાત નીરીક્ષણ કરવા માટે તા. ૧૯/૯/ર૧ ના રોજ જામનગર જીલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર, ભાણવડ સહિતના ગામડાઓમાં રૂબરૂ મુલાકાતો લઇને જાત નીરીક્ષણ કરેલ જેમાં જામનગર તાલુકાના ૧૯ ગામો તેમજ કાલાવડ તાલુકાના ૩ ગામોની પરિસ્થિતિનું નીરીક્ષણ કર્યુ હતું.

ધ્રોલ ખાતે યોજાયેલ અભિવાદન સમારોહમાં તેઓએ આ પુરગ્રસ્ત વિસ્તારોનો ચિતાર રજુ કર્યો હતો. તેમજ અસરગ્રસ્તોને નીયમ મુજબની સહાયો તાત્કાલીક મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરશે તેવીખાત્રી આપી હતી તેમજ હાજર જનમેદનીના આગેવાનો કાર્યકરોને વિનંતી કરેલ કે તેમના કોઇપણ પ્રશ્નો હોય તો તેમની સમક્ષ રજુ કરવામાં આવે અનેતે માટેહુ સતત પ્રયત્નશીલ રહીશ. તેવી ખાત્રી આપી હતી. તેમજ આ વિસ્તારના આગેવાનો તરફથી મળતો રહેતો સાથ સહકાર,પ્રેમ અને લાગણી બદલ, તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(12:52 pm IST)