Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદના ૮૨.૮૬% જેટલો વરસાદ નોંધાયો

મોસમનો સૌથી વધુ વરસાદ લીલીયામાં ૧૦૩ અને સૌથી ઓછો લાઠીમાં ૫૪%

અમરેલી તા. ૧૫ સપ્ટેમ્બર, સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એકિટવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. તે દરમિયાન અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલીના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. ધારી, બગસરા, વડીયા, સાવરકુંડલામાં આજે વરસાદી માહોલ છવાયેલો છે અને શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ૪ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ લીલીયા તાલુકામાં ૧૦૩.૪૩%  અને સૌથી ઓછો વરસાદ લાઠીમાં ૫૪.૦૨%  જેટલો નોંધાયો છે.

(1:02 pm IST)