Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મોરબી પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ અને પુત્રની હત્યા કરનાર ચારને આજે કોર્ટમાં રજુ કરાશે

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૦: મોરબી પાલીકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની, જુની રાજકીય અદાવતમાં હત્યા કરનાર ૪ શખ્સો તથા એક સગીરને મોરબી પોલીસે ઝડપી લીધા બાદ પકડાયેલ ચારેય શખ્સોને આજે કોર્ટમાં રજુ કરાનાર છે.

મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા પૂર્વ પાલિકા ઉપપ્રમુખ અને તેના પુત્રની બુધવારે મોડી રાત્રીના તેના જ ઘર નજીક છરી અને ઘારીયાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે જે બનાવ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ તેના પતિ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી ઘર પાસે હોય ત્યારે આરોપી ડાડો ઉર્ફે ડાડુ ઉફે રફીક તાજમહમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી, આસિફ સુમરા સહીત પાંચ ઈસમો હત્યા કરી નાસી છુટ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ડબલ મર્ડરના બનાવમાં સંડોવાયેલ ચાર શખ્સો તથા એક સગીરને મોરબી બી ડીવીઝનના પીઆઇ વિરલ પટેલ તથા સ્ટાફે દબોચી લીધા હતા. દરમિયાન હત્યાના ગુન્હામાં પકડાયેલ ઉકત ચારેય શખ્સોને આજે કોર્ટમાં રજુ કરાશે. તેમ તપાસનીશ અધિકારી પી.આઇ. વિરલ પટેલે જણાવ્યું હતું.

(1:02 pm IST)