Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સોમનાથ મહાદેવ મંદિર હાઇ રીઝોલ્યુશન-અદ્યતન ટેકનોલોજીથી સ્કેનીકરણ ગતિમાં

દેશ-વિશ્વના લોકો ઘેર બેઠે વર્ચયુઅલ ગોગલ્સથી મંદિર જાણે ઘર આંગણે આવ્યું તેવી ભાવાનુભૂતિ-વિશ્વ ફલક ઉપર પ્રસ્તુતિ માટે તડામાર તૈયારી

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૦: ભારત બાર જયોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનું પગથિયાંથી શિખર સુધી અને દિગ્વીજય દ્વારથી મંદિર પરિસરના સમગ્ર દિવ્ય સંકુલનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સોમનાથ ટ્રસ્ટના સંકલન અને સહયોગમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે થ્રીડી સ્કેનીંગ-સીડી રીડરનો પ્રોજેકટ ગતિમાં છે.

એક વરસના ગાળા બાદ આ પ્રોજેકટ સ્કેનીંગ પુરૃં થયા બાદ દેશ-વિશ્વ પ્રચાર-પ્રસાર ટ્રેક માટે ભારતની જનતાને આ નોટી ભેટ મળશે.

જેનું કામ ચાલી રહ્યું છે તે આ પ્રોજેકટ ગુજરાતમાં અને તે પણ ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં પ્રથમ બનશે. હાલ મંદિરની સીડી, વીડીયો તો ઉપલબ્ધ છે જ પરંતુ આમાં નવીનતા એ હશે કે તે સીડી રીડરનો વીડયો એપ્લીકેશન શિવાય પણ કાર્ડ ર્બેડ ઉપર વીઆર ગોગલ્સ એટલે કે વર્ચયુઅલ રીયાલીટી ગોગલ્સથી નીહાળવાથી મંદિરની સંપૂર્ણ માહિતી શિલપ -ઇતિહાસ વિશ્વ પ્લેટફોર્મ ઉપર નિહાળી શકાશે.

એટલે કે મંદિર સબંધિત બુક વાંચવાને બદલે વર્ચયુઅલ માહિતી પણ ઉપલબ્ધ થશે.

ગુજરાતમાં આ પ્રથમ પ્રોજેકટ છે. પરંતુ ભારતમાં રાજસ્થામાં ચારથી પાંચ મોન્યુમેન્ટ હાલ કાર્યરત છે.

સોમનાથ મંદિર ખાતે હાઇ રીઝોલ્યુએશન અદ્યતન ટેકનોલોજીના અતિ કિંમતી વર્ચયુઅલ  કેમેરાઓ મંદિરના ઇંચે ઇંચ પગથીયાથી શિખર દિગ્વીજય દ્વારથી સમુદ્ર તટના આ મહાશિવાલયના સંકુલમાં આવેલ તમામ મંદિરોને થ્રીડી પ્રોજેકટ માટેસ્કેનીંગ કરણ કાર્યરત છે.

સ્કેનીંગનો સંપૂર્ણ ડેટા સચવાય જશે આથી બીજી કોઇ અન્ય જગ્યાએ કે ગામોમાં સોમનાથ જેવું જ મંદિર બંધાવવુંહોય તો ડીઝીટલ ડેટાના માધ્યમથી હુબહુ અસલ તેવું જ મંદિર બનાવી શકાશે એટલું જ નહી કુદરતી આફતો કે અન્ય કોઇ કારણોસર મંદિરને ક્ષતિ પહોંચે તો ક્ષતિગ્રસ્ત ભાગની પૂર્વ લેવાયેલી થ્રીડી સીડી માધ્યમથી ફરી પાછો ઓરીજનલ જેવો જ બનાવવા મદદરૂપ થશે.

આ માધ્યમથી મંદિર સ્થાપ્તનું કૈલાસ મહામેરૂ પ્રસાદ શૈલીનું શિલ્પગુરૂ પ્રભાશંકર સોમપુરાએ મંદિરનું બાંધકામ કરેલ છે. તે પ્રેરણાપ્રદ ઐતિહાસિક વારસો જળવાઇ રહેશે. વાસ્તુશાસ્ત્ર અને શિવપ્રાસદ નિર્માણ કલાના જ્ઞાતા પ્રભાશંકરભાઇએ જે સોમનાથ મંદિર બાંધ્યું છે તેનો ઘટના ક્રમઃ ૧૯મી એપ્રિલ ૧૯પ૦ના દિને સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન ઉછરંગભાઇ ઢેબરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને ૮ મે ૧૯પ૦ દિવસે મહારાજા જામસાહેબ શ્રી દિગ્વીજયસિંહજીના હસ્તે નવા મંદિરની શિલારોપણ વિધી કરવામાં આવી હતી. ૧૧ મી મે ૧૯પ૧ના દિવસે સોમનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદ વરદ થઇ હતી.

ત્યારબાદ વિવિધ ટ્રસ્ટીઓ-અધ્યક્ષો અને સોમનાથ ટ્રસ્ટના વહીવટી તંત્રના સચિવો-અધિકારીઓ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, શિવભકત દાતાઓ સૌના સહયોગથી દિનપ્રતિદિન વિકાસ કરતું રહ્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલનું સ્વપ્ન કનૈયાલાલ મુનશીની કલ્પના ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યો તથા ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરીની સક્રિયતા-જોશ અને દીર્ઘદ્રષ્ટીથી મંદિર વિકાસના નકકી કરાયેલા પ્રોજેકટોને સંચાલનથી સાકાર કરાવી આજે દેશ-વિશ્વના શ્રધ્ધા-આસ્થા-ભાવિકો-પર્યટકોમાં વિશ્વ ફલક ઉપર પહોંચ્યું છે અને જો આ થ્રીડી પ્રોજેકટ જયારે કાર્યાન્વીત થશે ત્યારે સોમનાથ મંદિરની યશ કલગીમાં એક વધુ ગૌશાળી પીછુ ઉમેરાશે અને વિશ્વ આઇક્રોનીક મંદિર બિરૂદ વધુ સાર્થક થશે.

(1:05 pm IST)