Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ટંકારાના વાછકપરમાં ખાડામાં ન્હાવા પડેલા ૧૬ વર્ષના છાત્ર ગંગદાસનું ડૂબી જતાં મોત

૧૧મું ભણતો હતોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ રજપૂત પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: ટંકારાના વાછકપર ગામે છોકરાઓ ખાડામાં ન્હાવા પડતાં ૧૬ વર્ષનો એક ટાબરીયો ડૂબી જતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં રજપૂત પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

રવિવારની રજા હોઇ વાછકપર ગામના કેટલાક છોકરા પાણીના ખાડામાં ન્હાવા ગયા હતાં. જેમાં ગંગદાસ (ગંગુ) રમેશભાઇ પરમાર (ઉ.વ.૧૬) ડૂબી જતાં બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ગંગદાસ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. ગંગદાસ ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો.

(1:07 pm IST)