Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વિરપુર પાસે વાડીમાં ૧૬૮ બોટલ દારૂ પકડાયોઃ રૂરલ એલસીબીનો દરોડો

વિરપુરના કિશોર કોળી અને ગોંડલના ધર્મેશ ઠાકરની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો અને દારૂનો જથ્થો નજરે પડે છે.

રાજકોટ તા. ર૦: વિરપુરની સીમમાં જુના થોરાળા રોડ દરગાહ પાછળ આવેલ વાડીમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહિલ તથા પી.એસ.આઇ. એસ. જે. રાણાની ટીમે દરોડો પાડી વાડી માલીક કિશોર નારણભાઇ કોળી રે. ખરાવાડ પ્લોટ વિરપુર તથા ધર્મેશ ઉફ.ર્ે ડી. કે. કનૈયાલાલ ઠાકર રે. સહજાનંદનગર ગોંડલને દારુની બોટલ નંગ ૧૬૯ કિ. પ૦,૪૦૦ તથા એક મોબાઇલ મળી કુલ રૂ. પ૦,૯૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી વિરપુર પોલીસને હવાલે કર્યા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, પો. કોન્સ. રહિમભાઇ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે તથા ડ્રા. પો. કોન્સ. સાહીલભાઇ ખોખર તથા અનિરૂધ્ધસિંહ જાડેજા રોકાયા હતા. 

(3:53 pm IST)