Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના ઉભા પાકને થયેલ નુકસાન અંગેની સર્વેની કામગીરી શરૂ

રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૨૦ ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપાઈ

રાજકોટ, તા. ર૦ :  તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીના ઉભા પાકને થયેલ નુકસાન સંદર્ભે રાજ્ય પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ઉભા પાકને થયેલ નુકસાનના સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આદેશો આપ્યા હતા.

અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનુકસાનીના સર્વેની કામગીરીને વધુ વેગવંતી બનાવવા રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૨૦ જેટલા ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.

(3:53 pm IST)