Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કચ્છના પત્રી ગામે ૧૫૦૦ની લાંચ લેતાં મહિલા તલાટી ઝડપાયા

લોન કેસમાં જામીનદાર ના મકાનની આકારણી ના કાગળિયા માં સહી કરવા માટે રૂપિયા માંગ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 સરકાર દ્વારા પૂરો પગાર મળતો હોવા છતાંયે લોકો પાસેથી પૈસા પડાવવાનો આદત સરકારી કર્મચારીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે. જાગૃત નાગરિકો દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને થતી ફરિયાદમાં લાંચિયા સરકારી કર્મચારીઓને કાયદાની કડકાઈનું ભાન થાય છે.

     કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામે  લોન કેસમાં જામીનદાર ના મકાનની આકારણી ના કાગળિયા માં સહી કરવા માટે તલાટી મિત્તલબેન ભગવતી પ્રસાદ રાવલે ૧૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે જાગૃત અરજદારે એસીબી ને ફરિયાદ કરતાં તલાટી મિતલબેન રાવલ રૂ. ૧૫૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

        એસીબી ની સફળ ટ્રેપ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના પીઆઈ પી.કે. પટેલ અને સ્ટાફે પાર પાડી હતી.

(11:10 am IST)