Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રેલ્‍વેમાં સિનીયર સિટીઝનોને ડિસ્‍કાઉન્‍ટ આપવા રેલ્‍વેમંત્રીને પોસ્‍ટકાર્ડ લખવા ગોંડલના વિનુભાઇ વસાણીની અપીલ

વેપારી મહામંડળના અગ્રણીએ વડાપ્રધાન અને રેલ્‍વેમંત્રીને પત્ર પાઠવ્‍યો

ગોંડલ,તા. ૨૦ : ગોંડલ ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સ (વેપારી મહામંડળ) રેલ્‍વે બોર્ડ સલાહકાર સમિતી ગોંડલના પૂર્વ સભ્‍ય વિનુભાઇ જી.વસાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને રેલ્‍વેમંત્રી અશ્વિની વૈષ્‍ણવીને પત્ર પાઠવીને સિનીયર સિટીઝનોને ડિસ્‍કાઉન્‍ટ આપવા માંગ કરી છે.

વિનુભાઇ વસાણીએ કોરોના કાળના સમયથી સિનીયર સિટીઝનોને રેલ્‍વેમાં કન્‍સેશન જે બંધ કર્યું છે. જે હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. અનેક વખત રજુઆત કરવામાં આવી છે. જે હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. કન્‍સેશન શરૂ આજની મોંઘવારીના કપરા કાળમાં વરિષ્‍ઠોની મર્યાદિત આવક હોવાથી ઘર ચલાવવું મુશ્‍કેલ થઇ પડે છે. મોટી ઉંમરે વડીલોને બહાર ગામ જવાનું, સગાસંબંધીઓને મળવા જવું, યાત્રાએ જવું, રેલ્‍વેમાં વરિષ્‍ઠોને ૫૦ ટકા કન્‍સેશન મળવું જરૂરી છે.

દેશમાં આશરે ૧૨ કરોડ જેટલા વૃધ્‍ધો છે તેઓની ઢળતી ઉંમરે કન્‍સેશનનો લાભ મળવો જરૂરી છે. આદરણીયશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબ હંમેશા વરિષ્‍ઠો, વડીલો, બુઝુર્ગોને માન, આદર, સન્‍માન આપતા આવ્‍યા છે. દેશભરના તમામ લોકો વડીલો-વૃધ્‍ધોને આદર સન્‍માન આપે છે. જે આપણા ભારતની સંસ્‍કૃતિ, સભ્‍યતા અને સંસ્‍કાર છે. વડીલો જ્‍યારે સશ્‍કત હતા ત્‍યારે ટેક્ષભરી સહકાર આપ્‍યો છે.

દેશભરના તમામ સિનીયર સિટીઝનો, વૃધ્‍ધોને અપીલ કરી છે કે, રેલ્‍વે મંત્રીશ્રીને એક પોસ્‍ટકાર્ડ લખી રેલ્‍વેમાં ૫૦% ટકા કન્‍સેશન આપવા ટપાલથી જાણ કરવા જણાવ્‍યું છે.

(10:54 am IST)