Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

આત્‍મનિર્ભર ભારતના સર્જક નરેન્‍દ્રભાઇના જન્‍મદિનની સાંસદ વિનોદ ચાવડા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી : ૭૨,૦૦૦ વૃક્ષોનું વાવેતર, વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓ માટેના કેમ્‍પ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજી ના જન્‍મદિવસ નિમિતે કચ્‍છ ના સાંસદશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા તથા તેમની સંસ્‍થા સમાજ નવનિર્માણ ટ્રસ્‍ટ ભુજ સંયુક્‍ત ઉપક્રમે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્‍યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્‍યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં સરકારશ્રીની વિવિધ સેવાકીય યોજનાઓ ના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ. આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્‍યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતો ને વિકાસ ના મુખ્‍ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્‍ધ અને સ્‍વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્‍થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્‍મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીજી ના સ્‍વાસ્‍થય અને દીર્ઘાયુ ની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્‍યાંગો ને સરકારી યોજના અને અમારી સંસ્‍થા સમાજ નવનિર્માણ - ભુજ દ્વારા વિવિધ સહાયો નું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્‍યાણ મેળા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્‍છ ભરમાં મોદીજીના જન્‍મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ, ભુજની શાન ભુજીયાની તળેટીમાં સ્‍મૃતિવનમાં ૭૨૦૦૦ વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ શ્રી ચાવડાએ જણાવ્‍યુ હતું. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત અધ્‍યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, માંડવી ધારાસભ્‍ય શ્રી વિરેન્‍દ્રસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્‍યક્ષ ઘનશ્‍યામભાઈ ઠક્કર, તથા મંચસ્‍થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમ શરૂ કરાવેલ, મહેમાનો નું સ્‍વાગત બાદ કેક કાપી મોદીજી ના સ્‍વાસ્‍થય અને દીર્ઘાયુ માટે શુભ કામના પાઠવી હતી. આજે લોકસેવા સાર્વજનિક ટ્રસ્‍ટ ના મંત્રી શ્રી હેમેન્‍દ્રભાઇ જણસારી નો પણ જન્‍મદિવસ હોતા તેને શુભેચ્‍છા પાઠવી હતી. આજરોજ રાજસ્‍થાન ના ધારાસભ્‍યશ્રી હમીરસિંહજી ભુજ નગરપાલિકા સદસ્‍યશ્રીઓ સા.ન્‍યા. સમિતિ ચેરમેન કેશવજીભાઇ રોશીયા, સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી બારોટસાહેબ, સર્વ શ્રી ડો. મુકેશ ચંદે, દિનેશભાઇ ઠક્કર, અશોક હાથી, મયુરસિંહ જાડેજા, કમલભાઇ ગઢવી, બાલ કૃષ્‍ણ મોતા, ભૌમીક વચ્‍છરાજાની, ગોદાવરીબેન ઠક્કર, જયેશ ઠક્કર નગર પાલિકા સદસ્‍યો, મોહનભાઇ ચાવડા, આમદભાઇ જત, માવજીભાઇ મહેશ્વરી, વસંતભાઇ વાઘેલા, ગોવિંદભાઈ ચાવડા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ ની સફળતા માટે શ્રી હેમેન્‍દ્રભાઇ જણસારી વ્‍યવસ્‍થા તથા સંચાલન શ્રીમતી રેશ્‍માબેન ઝવેરીએ સંભાળ્‍યું હતું.

(10:02 am IST)