Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ચલાલાના અંશાવતાર પૂ.દાન મહારાજનો આજે નિર્વાણદીન

ભાવનગર,તા. ૨૦ : તપોભૂમિ ચલાલા (અમરેલી)ના અંશાવતાર પૂ.દાનદેવ મહારાજનું પ્રાગટય ક્ષત્રિય રાજવીકુળમાં થયું હતું. દાનદેવ મહારાજનો પ્રાદુર્ભાવ ઇ.સ. ૧૭૨૮માં પાંચાળ પ્રદેશ (દ્રૌપદી પીયર)ના કોઠી (જસદણ) ગામે થયેલ દાન દેવ મહારાજના પિતા ક્ષત્રિય ખાચર કાઠી દરબાર કાળાબાપુ તેમજ માતા જેબલિયા મેહબાદેવી કાળાબાપુ આણંદપુર (ભાડલા) ચોવીસીની મુળ ગરાસદાર અને રાજવીકુળના વંશજ તેમના દાદા હાથીયાબાપુ તે સમયે ચાલતા પ્રપંચોથી દૂર થઇ એ આણંદપુર છોડી ચીરોડા રહેવા ગયા અને ત્‍યાંથી તેમના પૂત્ર રામૈયાબાપુ તેમજ દાન દેવ મહારાજના પીતા કાળાબાપુ કોઠીમાં વસવાટ કરેલ આ સમયે દાન દેવ મહારાજની ઉવ.૧૧ થી ૧૨ વર્ષની હતી દાન દેવ મહારાજને સંત ચેતનદાસજીએ મંત્ર દીક્ષા આપેલ દાનદેવ મહારાજને બાલ્‍યઅવસ્‍થામાં શિતળાથી બંને આંખોની દ્રષ્‍ટી ગુમાવી દીધેલ અને આ સમયે જ તેમના પિતાશ્રી કાળાબાપુ દેવલોક પામ્‍યા જોગાનુંજોગ આણંદપુર (ભાડલા) ગામે સંત જાદરાબાપુ પધાર્યા આ સમાચાર મળતા માતા મેહબાદેવી દાનેવ સાથે જાદરાબાપુના દર્શન કર્યા સંતની દ્રષ્‍ટી દાનેવ પર પડતા જ આંખોમાં રોશની આવી ગઇ. દાનેવએ જાદરાબાપુ સાથે જ જવાનો નિર્ણય કર્યો અને દાના ભગતના નામથી સર્વોમાં હૃદયસ્‍થ થયા સોનગઢ (થાન), મોલડી (ચોટીલા) વી. ગામોમાં ગૌમાતાની કરેલ સેવાના આજે પણ દાખલા અપાય છે. દરેક જીવોનું કલ્‍યાણ કરનારા દાનદેવ મહારાજ વીચરણ કરતા કરતાં ગણ્‍યા ગણાય નહીં એટલા સદાવ્રતો ગૌસેવા તરફ લોકોને વાળ્‍યા ઇ.સ. ૧૭૯૫માં ચલાલા (અમરેલી)ના ગામધણી ભોકાવાળાએ દાનદેવ  મહારાજને તેડી લાવ્‍યા અને ચલાલાનગરની ભૂમિ અર્પણ કરેલ તેઓની ઉપાસના બાલકૃષ્‍ણલાલજી, મારૂતિનંદન, હનુમાનજીની હતી.

 દાનદેવ મહારાજ વિ.સં. ૧૮૭૯ ભાદરવા માસ વદ ૧૧ શનિવાર (ઇ.સ. ૧૮૨૨)ના બ્રહ્માંડમાં વ્‍યાપ્‍ત થયા આજે બુધવાર તા. ૨૧/ ૯/૨૦૨૨ના નિર્વાણતિથી છે. મહંત મહારાજ પૂ.શ્રી વલકુભાઇ, લઘુમહંત મહાવીરબાપુ, ડો. જયોત્‍સનાબહેન વી.ભગત, તેમજ પ્રયાગરાજભાઇ એમ.ભગત,ના નૈતૃત્‍વ હેઠળ ગૌસેવા, સદાવ્રત, પ્રભુસેવા સાહિત્‍ય સેવા દાનેવ ભકિત માર્ગ દ્વારા સંસ્‍કારસેવા, દાનેવ ગુરૂકુળ, જરૂરીયાતમંદ પરીવારોને તમામ પ્રકારની સહાય, બાલબીંદુ પ્‍લે હાઉસ, આઇ હોસ્‍પિટલ, છાશ કેન્‍દ્ર, વિદ્યાર્થી સેવા, અબોલ પશુઓ માટે ઘાસચારા, પાણી અવેડા, વી.પ્રવૃતિઓ ઉડીને આંખે વળગી દે તેવી છે.

(10:03 am IST)