Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જે.પી. નડ્ડા સાંજે મોરબીમાં : ભવ્‍ય રોડ શો

ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનો ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને આવકારશે

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૦ : ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને કાલે મંગળવારે મોરબીમાં ભવ્‍ય રોડ શો યોજાવાનો છે. આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્‍યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે.
દરમિયાન તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્‍યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યાર બાદ મોરબીમાં જે.પી. નડ્ડાની હાજરીમાં મોરબીના મુખ્‍ય માર્ગો ઉપરથી ભવ્‍ય રોડ સો યોજવાનો છે જેની માહિતી આપવા માટે મોરબીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ગુજરાતનાં પ્રભારી રતનાકારજી, પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરબીના શનાળા રોડથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ રોડ શોને પૂરો કરવામાં આવશે જેમાં ૫૦ હજારથી વધુ લોકો આવે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

(11:09 am IST)