Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વઢવાણમાં ૭૧.૪૪ લાખની આંગડિયા લૂંટ કરનાર વધુ ૪ ઝડપાયા

પી.એમ. જુના આંગડિયા પેઢીના કર્મચારીએ જ તરકટ રચ્‍યુ'તું : અગાઉ ૩ શખ્‍સો ઝડપાયા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણમાં પીએમ જુના આંગડીયા પેઢીમાંથી ૭૧.૪૪ લાખની લૂંટ કરનાર વધુ ૪ શખ્‍સો ઝડપાયા છે. આ અગાઉ ૩ શખ્‍સો ઝડપાયા હતા. આંગડીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્‍યું હોવાનું ખુલ્‍યું હતું.
વઢવાણ ખેત ઉત્‍પાદન બજાર સમીતીમાં પીએમ જુના આંગડીયા પેઢીની ઓફીસ આવેલી છે. આ ઓફીસ ભાગીદારીમાં પૃથ્‍વીરાજસીંહ બળદેવસીંહ ઝાલા અને મહીપાલસીંહ મહાવીરસીંહ ઝાલા ચલાવે છે. આંગડીયા પેઢીની આ ઓફીસમાં છેલ્લા ત્રણ વર્ષણી કામ કરતા અને રતનપરમાં રહેતા યશપાલ ચૌહાણે તા. ૮ને ગુરૂવારે બપોરના સમયે માલીકને ફોન કરી ૪ શખ્‍સોએ આવી માર મારી રૂપીયા લૂંટ કરી હોવાની જાણ કરી હતી. પોલીસે આવી સીસીટીવી જોતા ડીવીઆરના વાયર કપાયેલા હતા. આથી બાજુની ઓફીસના સીસીટીવી જોતા આ સમયગાળામાં ઓફીસમાં કોઈ આવ્‍યુ જ ન હોવાની વિગતો બહાર આવી હતી. આથી યશપાલ ચૌહાણ તરફ શંકા જતા પોલીસે તેની આકરી પુછપરછ કરતા તેણે પૈસાની જરૂર હોય લૂંટનું તરકટ રચ્‍યુ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેની સ્‍કુટરની ડેકીમાંથી રૂ.૧૧,૪૪,૨૪૦ જપ્ત કર્યા હતા. જયારે તેનો મીત્ર રવીરાજસીંહ મોરી ૬૦ લાખ પોલો કારમાં આવેલા ભાવનગર જિલ્લાના સીદસર ગામના કલ્‍પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતરને આપી આવ્‍યાનુ ખુલતા પોલીસે ભાવનગરના હરપાલસીંહ જીતેન્‍દ્રસીંહ યાદવને પણ બનાવના થોડા દિવસ બાદ પકડી લીધો હતો. ᅠબીજી તરફ પોલો કારમાં સવાર થઈને પૈસા લઈને ગયેલા કલ્‍પેશે ફરાર હતા. ત્‍યારે એસપી હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શનથી તપાસ કરી સીદસર ગામનો કલ્‍પેશ કોતર શીહોર-ભાવનગર રોડ પર આવેલ ખાખરીયા ગામના પાટીયા પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે હોવાની બાતમી મળતા પોલીસે કલ્‍પેશ અને તેના સાથીદારોને ઝડપી લીધા હતા. આ ચારેય શખ્‍સો પાસેથી રોકડા રૂપીયા ૫૭,૪૫,૦૦૦ રીકવર પણ કરાયા છે. આ ઉપરાંત ગુનાના કામે વપરાયેલ પોલો કાર, સ્‍વીફટ કાર અને એકટીવા પણ કબજે લેવાયુ છે.
 પોલીસે યશપાલ ઉર્ફે ભાણો અજીતસીંહ ચૌહાણ, રહે. સુરેન્‍દ્રનગર રવીરાજસીંહ કીરીટસીંહ મોરી, રહે. સુરેન્‍દ્રનગર હરપાલસીંહ જીતેન્‍દ્રસીંહ યાદવ, રહે. ભાવનગર કલ્‍પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતર, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર કેતન હમીરભાઈ ચાવડા, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર સુરેશ ઉર્ફે ગલ્લી કાવાભાઈ ચાવડા, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર ઘનશ્‍યામ ઉર્ફે ઘનો નોંધાભાઈ કોતર, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગરની ધરપકડ કરી છે.

 

(11:33 am IST)