Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

આટકોટમાં તંત્રની બેદરકારી : લોકોએ સ્‍વખર્ચે રોડના ખાડા બુર્યા

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૨૦ : લાખોનાં ખર્ચે બનેલ આર સી સી રોડ  હાઈસ્‍કૂલ રોડ એક વર્ષ માં તુટી ગયો છે ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે તંત્ર અવાર નવાર રજુઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્‍યા નહીં છેવટે રોડ લોકો એ જાતે પોતાના ખર્ચે રોડ પર પડેલા ખાડાઓ બુરવામા આવ્‍યા હતા ગઢપુરા ચોક પાસે રોડ નાં કાંકરા નિકળી ગયા હતા. આવાં પોસ્‍ટ ઓફિસ પાસે તેમજ અંબીકા ચોક પાસે ખાંડા પડી ગયા છે છતાંય તંત્ર દ્વારા કોઈ રીપેરીંગ કરવામાં આવતું નથી. ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયા ને પણ હીરેનભાઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી તેમજ મીટીંગ માં પણ રજુઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્‍યા નથી.

લાખો ખર્ચ બનેલા રોડ ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે કાંકરા નિકળી ગયા ભષ્‍ટ્રાચાર થયો  તેમજ જસદણ ચોકડી થી લીબળી પીપળી ચોક પણ રોડ પર ખાડા પડ્‍યા છે સરકાર નાં લાખો નાં ખર્ચે બનેલ રોડ પર એક વર્ષ માં કાંકરા નિકળી ગયા છે.   શ્‍યામા પ્રસાદની ગ્રાન્‍ટમાંથી આ બંને રોડ બનાવવામાં આવ્‍યા છે એક વર્ષમાં તો મસ મોટા ખાડા પડી અને કાંકરા નીકળવા મંડ્‍યા છે છતાં તંત્ર દ્વારા કોઇપણ પગલા ભરવામાં આવતા નથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા કામ ન કરતા લોકો જાતે ખાડા બુરવા પડયા હતા.

(11:40 am IST)