Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સોશિયલ મિડિયામાં ફેમસ થયેલ કમો જામજોધપુરના આંગણે

જામજોધપુર : સોશિયલ મીડિયા ફેમસ થયેલ કમલેશ નકુમ ઉર્ફે કમો જામજોધપુરના વેપારી અગ્રણી ચિરાગભાઈ દેલવાડિયાનો મહેમાન બન્‍યો હતો , કમાએ ચિરાગભાઈના નિવાસસ્‍થાને પરિવાર સાથે ભોજન પણ લીધું હતું ,તથા મુન ઈન્‍ડસ્‍ટ્રીઝની કમાભાઈએ મુલાકાત કરી હતી સાથોસાથ કમલેશભાઈ નરોત્તમભાઇ નકુમ ( કમો ) આ નામ ગુજરાત માં કોઈ સેલિબ્રિટી થી ઓછું નથી , કમાએ  ચિરાગભાઇ દેલવાડીયાના બાળકો સાથે વાત કરી પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્‍યું હતું ,કમાને જોવા માટે મોટી સંખ્‍યામાં જામજોધપુરવાસીઓ ઉમટયા હતા. સોશિયલ મીડિયામાં ફેમસ થયેલો કમો જામજોધપુરનો મહેમાન બન્‍યો હતો જે તસવીરો નજરે પડે છે અને ખાસ કરીને લોક ડાયરામાં કમો લોકોનો ચાહિતો બન્‍યો છે,  ફેમસ લોક સાહિત્‍યકાર કિર્તીદાન ગઢવી દ્વારા એક લોક ડાયરામાં કમલેશ ઉર્ફે કમાને સોંગ પર ડાન્‍સ કરતો જોયો હતો અને ત્‍યારબાદ અનેક લોક ડાયરામાં કમો જોવા મળ્‍યો છે અને સોશિયલ મીડિયામાં આજકાલ કમો ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:34 am IST)