Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

માણાવદર કોલેજમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જ્‍યાં આવ્‍યા હતા તેના જ પુત્ર આપમાં જોડાતા ચકચાર

(ગરીશ પટેલ દ્વારા) માણાવદર,તા. ૨૦ : વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના પડધમ વાગે છે ત્‍યારે માણાવદર કોલેજમાં થોડા સમય પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જ્‍યાં આવ્‍યા હતા તેવા કોલેજ સંચાલકના પુત્ર સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાયાની વિગતો બહાર આવી છે.

આ અંગે આપ પાર્ટીના આગેવાન સાથે ટેલીફોનીક વાતચીત થતાં તેણે સમીર જેઠાભાઇ પાનેરા આપમાં જોડાયાનું કહેલ છે. ત્‍યારે પિતા ભાજપ આગેવાન ગણાવે તો પુત્ર આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્‍યારે ચકચાર મચી છે.

વર્ષોથી ભાજપમાં આગેવાન અને પ્રદેશ પ્રમુખનું તાજેતરમાં સ્‍વાગત કરાય તેવામાં હવે આમ આદમી પાર્ટીમાં જે આગેવાન સ્‍વાગત કરે તેના પુત્ર ભાજપની દુશ્‍મન હાલની રાજકીય પાર્ટીમાં પુત્ર જોડાય તે વાત ચર્ચાનો વિષય બન્‍યો છે.

લોકમુખે તેવી ચર્ચા થઇ રહી છે કે શું તકવાદી રાજકારણ તો નથી ને ? પિતા ભાજપનું કામ કરવું? પુત્ર આમ આદમી પાર્ટીનું કરે ? તે રાજકારણમાં તર્કવિતકો છે આ પરિવર્તનથી તાલુકામાં ઉથલપાથલ થશે ? શું આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપને નુકશાની કરશે ? પુત્રને ટીકીટ આપમાંથી મળે તો પિતા કોનું કામ કરશે ? ભાજપનું કે આપનું ?

(11:42 am IST)