Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલામાં છેતરપીંડીના ગુન્‍હામાં સુએલ લશ્‍કર ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ : પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ કે.જે.ચૌધરીનાઓએ જિલ્‍લમાં બનતા મીલકત સંબંધી ગૂન્‍હાઓ ડીટેકટ કરી આરોપી પકડવા સુચના તથા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય હતું.

ગઇ તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.એમ.કે.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૫૬૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪ર૦ મુજબનો એ.કે.સ રજી. થયેલ હોય જે ગુન્‍હાના કામે ફરીયાદી પ્રવિણભાઇ રામજીભાઇ સોલંકીનાઓ આસામ ખાતે સોપારી લેવા ગયેલ જયા આ ગૂન્‍હાના આરોપી સાથે રૂપિયા સોળલાખમાં સોંપારી લેવા અંગે સોદો થયેલ હોય જેમાંથી ફરીયાદી દ્વારા રૂા.૧૦,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ. દ્વારા આરોપીના બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરતા આરોપીએ ફરીયાદીને સોપારી ન આપી કે તેના નાણા પરત ન આપી સાથે વિશ્વાસઘાત કરી છળકપટ કરેલ હોય જે અંગે ગુન્‍હો દાખલ થયેલ.

જેથી આસામના સીલ્‍ચર ખાતે જતા સુએલ અહેમદ નુરૂદ્દીન લશ્‍કર ઉ.રર ધંધો ફેબ્રીકેશન રહે .સીલ્‍ચર જિ. કાછર (આસામ રાજય)ને ઝડપી પાડયો છે.

(2:35 pm IST)