Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બાબરાના ત્રબોડામાં ચાલતી પવનચક્કી કંપની સામે શરત ભંગ દાખલ કરવા ગ્રામજનો સહિત આગેવાનીની માંગ

સ્‍થાનિક સ્‍વરાજ ના ચુંટાયેલા સભ્‍યો દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત

(દીપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૦ :  બાબરા તાલુકા ના ત્રબોડા ગામે જુદી જુદી પવનચક્કી ની કંપની દ્વારા નીતિ નિયમ નેવે મુકી કામગીરી કરવા મા આવતી હોવાની વ્‍યાપક રજુઆત સાથે તેમની સામે શરત ભંગ દાખલ કરવા માટે ગ્રામજનો તથા સ્‍થાનિક સ્‍વરાજ ના સભ્‍યો દ્વારા રજુઆત કરવા માં આવી છે

વિગત મુજબ ત્રબોડા ગામે ચાલતી પવન ચક્કી ની કામગીરી માં કંપની દ્વારા ગ્રામ પંચાયત પાસે થી મેળવવા ની વિવિધ પરવાનગી મેળવ્‍યા વગર કામગીરી શરૂ કરવા ની સાથે સાથે પવનચક્કી યુનિટ સુધી ભારે વાહનો પહોંચાડવા સરકારી જમીનો અને ગૌચર જમીનો માં રોડ રસ્‍તા બનાવી -કળતિ નું મોટું નુકશાન સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માં ભારે વજન ના વાહનો ચલાવી ભૂગર્ભ ગટરો માં નુકશાન થવા સહિત કામગીરી એડવાન્‍સ શરૂ કરાવી બાદ મંજુરી મેળવવા માં આવ્‍યા ના આક્ષેપો થયા છે

અત્રે યાદ રહે કે પવનચક્કી ના યુનિટો માટે મંજૂરી મળવા ની સાથે વિવિધ શરતો સરકાર દ્વારા પ્રસ્‍થાપિત કરવા માં આવતી હોય છે જેનો છડે ચોક ભંગ કરવા માં આવતા આવા કામો સત્‍વરે બંધ રખાવી અને શરતભંગ મુજબ પગલાં ભરવા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સભ્‍યો દ્વારા કલેકટર ને પત્ર પાઠવી માંગ ઉઠાવી છે

 સ્‍થાનિક ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પવન ચક્કી કામકરતી ક્‍લીન મેક્‍સ કાર્ટુસ કંપની ને જુદી જુદી બે જગ્‍યા માં બિન અધિકળત બાંધકામ કામગીરી બદલ નોટિસ આપી દિન ૧૫ માં ખુલાસો કરવા નોટિસ આપ્‍યા નું જાણવા મળે છે.

(12:55 pm IST)